નસવાડી તાલુકામાં દિવસેને દિવસે રખડતા ભૂંડોનો આતંક વધી રહ્યો છે. શનિવારે નસવાડીથી કંવાટ રોડ પર એક બાઈક સવાર પોતાના ઘર માટે જીવન જરૂરિયાતનો સામાન લઈ બાઈક પર મૂકી કંઈક સમાન લેવા ગયો હતો ત્યારે ત્યાં અચાનક ભુંડ આવી ગયું અને બાઈકમાં રાખેલી દાળની થેલી ઝુંટવી ભૂંડ ફરાર થઈ ગયું હતું.
સાથેજ રોડ ઉપર ઢસડી થેલી ફાડી નાખીને અને દાળ ખાઈ ગયું હોવાનું ઘટના સામે આવી છે. નસવાડીના બજારમાં ભૂંડ જોવા કે ભૂંડનો ત્રાસ કોઈ નવાઈની વાત નથી. કારણ કે આવા બનાવો ઘણી વાર નસવાડી ખાતે બની ચુક્યા છે અને આ બેફામ બનેલા ભૂંડોનો નિકાલ ક્યારે થશે તેવી ચર્ચાએ પણ સ્થાનિકોમાં જોર પકડ્યો છે અગાવ પણ નન્નુપુરા ગામે ખેતરોમા ઊભા પાકને નુકશાન પોહચાડ્યા ના સમાચાર વહેતા થયા હતા.
પરંતુ સરકાર કે સ્થાનિક તંત્ર આ નુકશાનકારી ભૂંડોને દુર કરવા માટે કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી અને નસવાડી ખાતે એક બાઈક સવારની બાઈક પરથી દાળની થેલી ઝુંટવી લેવાઈ હતી. આટલી મોંઘવારીમાં લોકો માંડ માંડ પોતાની જરૂરિયાતો પુરી કરતા હોય છે. અને આવી મોંઘવારીની પરિસ્થિતિમાં આ નુકશાનકારી ભૂંડનો ત્રાસ વધ્યો છે તો સરકાર અને સ્થાનિક તંત્રએ ભૂંડોના નિકાલ માટે જાગવાની જૂરૂર છે. જેના પણ ભુંડ હોય તે માલિક સામે કડક કાર્યવાહી કરે અને આવા ગંદકી કરતા નુકશાન કરતા ભૂંડોનો નિકાલ કરે તેવી નસવાડી તાલુકા અને ગામના નાગરિકો અને ખેડુતોની માંગ છે.