સુરત શહેરમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ હાથની આંગળીઓ કોઈ કાપીને જતું રહ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઈ હતી. આ ફરિયાદ મયુર તારાપરાના શખ્સે દાખલ કરાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી વિવિધ ટીમો બનાવી ઘટના સ્થળની આસપાસ આંગળીઓની તપાસ પણ હાથ ધરી હતી. પરંતુ અત્યારે આ સમગ્ર ઘટનામાં એક નવો અને રોમાંચક વળાંક આવ્યો છે. આ સમગ્ર ઘટના અત્યારે સુરત જ નહીં પરંતુ ગુજરાત ભરમાં ચર્ચાનો વિષય બની છે.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં નવો ખૂલાસો :-
આ સમગ્ર ઘટના મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. સુરતના અમરોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની હતી. પરંતુ હકીકત એ છે કે, યુવક જેનું નામ મયુર તારપરા છે તેમણે જાતે જ પોતાની આંગળીઓ કાપી નાખી હતી. પોલીસે આ મામલે પુછપરછ કરી તો મયુરે જણાવ્યું કે, નોકરી ન કરવાં માટે પોતાની આંગળીઓ કાપી દીધી હતી. માત્ર નોકરી ના કરવા માટે કોઈ આટલી હદ સુધી કેવી રીતે જઈ શકે? જો કે, સુરત ક્રાઈમ બ્રાન્ચે રહસ્ય પર પરદો થી ઉઠાવ્યો છે. પરણિત યુવક મયુર તારાપરા નોકરી ન કરવી હોવાથી પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે
નોકરી ન કરવી પડે એટલે આંગળીઓ કાપી નાખી:-
આ ઘટનાનો મુખ્ય હીરો મયુર તારાપરા પોતાના પરિચિતને ત્યાં નોકરી કરતો હતો. મયુર તાપરપારએ એવું નાટક રચ્યું હતું કે, પોતે બેભાન અવસ્થામાં હતો અને તેની આંગળીઓ કોઈ કાપીને જતું રહ્યું હતું. મયુર તારાપરા પોતે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખારવા ગામનો વતની છે. અને સુરતમાં પોતાના પરિચિતને ત્યાં નોકરી કરી રહ્યો હતો. પરંતુ અહીં નોકરી ના કરવી પડે તેના માટે પોતાની આંગળીઓ કાપીને નાટક રચી પોલીસને ફોન કર્યો હતો. જેથી પોલીસને પણ દોડતી કરી હતી.
પોતાની હાથની આંગળી કાંપી નાટક રચ્યું :-
આરોપીએ વાત પણ એવી ઉપજાવી કે, પોતે આરોપી વેદાંત સર્કલથી તે વરિયાવ બ્રિજ તરફ જઇ રહ્યો હતો, ત્યા વચ્ચે લઘુશંકા માટે રોકાયો અને હતા અચાનક બેભાન થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ જ્યારે હોશમાં આવ્યો ત્યારે એક હાથની ચાર આંગળીઓ કપાયેલી હાલતમાં હોલાની પોલીસ સામે કબૂલાત કરી છે. આવી ઘટના બન્યા બાદ તેણે પોતાના મિત્રને ફોન કર્યો. જેથી તેનો મિત્ર ત્યા આવ્યો અને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ અને પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસની લાંબી તપાસ બાદ સામે આવ્યું કે, શખ્સે જે હાથથી આંગળીઓ કાંપી હતી તે જગ્યાએથી ચપ્પુ અને તેનું કવર પણ મળી આવ્યું છે. હાલ પોલીસે આ ભેજાબાજ શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.