પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના કુકરદા ગામે નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારનાં આદિવાસી શિક્ષિત યુવા સંગઠન દ્વારા યુવાનોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમાજમાં શિક્ષણ, આરોગ્ય, સાક્ષરતાને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી. ડુંગર વિસ્તારમાં શિક્ષણની સ્થિતિ કેવી રીતે સુધારવામાં આવે. આદિવાસી બાળકોને શિક્ષણ તરફ કઈ રીતે લઈ જાય શકાય. લોકોનું આરોગ્ય ધોરણ કઈ રીતે સુધરી શકે. જેવા પ્રાથમિક બાબતોને લાગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
રેશન કાર્ડ અને આધાર કાર્ડ માટે ઈ-કેવાયસી માટે ડુંગર વિસ્તારમાં ત્રણ જેટલા કેન્દ્ર આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. ડુંગર વિસ્તારમાં શિક્ષકોની ઘટ અને અનિયમિત શિક્ષકો વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આદિવાસી સમાજના યુવાનો વિવિધ ક્ષેત્રે સારી પ્રગતિ કરી શકે તે માટેના ઉપાયો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
સમાજના વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવે અને અંતરિયાળ વિસ્તાર અને સમાજ માટે શું કરવું જોઈએ તેના માટે શિક્ષિત આદિવાસી યુવાનો દ્વારા ભેગા મળીને ચર્ચાઓ કરવામાં આવી હતી. આવનાર સમયમાં સ્થાનિક યુવા સમાજ માટે મહત્વની ભૂમિકા ભજવે તે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.