નસવાડી નગરમાં ચોરી કરનાર મધ્યપ્રદેશની જાંબુઆ ગેંગના સભ્ય નવસારીથી સકંજામાં આવી ગયા છે.. સમગ્ર મામલાની વાત કરીએ તો, નસવાડી નગરમાં નવમા મહિનામાં બાર ક્વોટરમાં ઘરફોડ ચોરી કરનાર મધ્યપ્રદેશની જાંબુઆ ગેંગને નવસારી એલ.સી.બી પોલીસે ઝડપી લીધી છે. મધ્યપ્રદેશની જાંબુઆ ગેંગ નવસારીના ગણદેવી ખાતે ચોરી કરવા માટે ગઈ હતી. ચોરી કર્યા બાદ તેઓ નવસારી જિલ્લામાંથી પીઅપ ગાડી લઇ મધ્યપ્રદેશ ખાતે જવા નસવાડીથી થઈને જતા હતા તે સમયે નસવાડી 12 કોટર્સમાં જાંબુઆ ગેંગ દ્વારા ચોરી કરી હતી.
થોડા સમય બાદ જાંબુઆ ગેંગ નવસારી જિલ્લામાં ફરી ચોરી કરવા માટે ગઈ હતી. ત્યારે તેઓને નવસારી એલ.સી.બી પોલીસે ઝડપી પાડયા છે. તેઓએ નસવાડીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. નસવાડી પોલીસે નવસારીથી ટ્રાન્સફર વોરંટ દ્વારા પકડાયેલા 6 ચોરોને નસવાડી લાવી બે દિવસના રિમાન્ડ મંજુર કરાવ્યાં બાદ 3 ચોરોને ઝડપી પાડવા માટે નસવાડી પોલીસે ચક્રો ગતિમાન હાથ ધર્યાં છે.
કોણ છે પકડાયેલા આરોપીઓ:-
પોલીસ પકડમાં આવેલા આરોપીઓની વાત કરીએ તો
- અનસિંગ મનજીભાઇ પીધીયાભાઈ કામલીયા ખડકુઈ, રાણાપુર જી.જાંબુઆ.
- મુકેશ ઝીતરાભાઈ રેવાભાઈ મેડા. ઉ. વ 33, રહે. ખેડા તા. રાણાપુર જી. જાંબુઆ
- કેવનસિંગ પારુભાઈ કામલીયા ઉ.વ 22 રહે. ખડકુઈ તા. રાણાપુર જી.જાંબુઆ
- ધરમસિંગ પિદીયાભાઈ જોતુભાઈ કામલીયા ઉ. વ 49 રહે. ખડકુઈ તા. રાણાપુર જી.જાંબુઆ
- ગોવિંદભાઈ કાલુભાઈ રૂપાભાઈ સિંગાડ ઉ.વ 24 રહે છાપરી તા. રાણાપુર જી.જાંબુઆ
- મુકેશ ઉર્ફે મુકલો બદિયાભાઈ હિમાભાઈ મોહન્યા ઉ.વ 25 રહે વાગલવત તા.રાણાપુર જી.જાંબુઆ
પકડવાના બાકી આરોપીઓના નામ:-
- સમરસિંગ ઉર્ફે શર્મો ઉર્ફે સમ્રાટ મંગુસીંગ મેડા રહે.દેવધા તા. કુકશી જી.ધાર
- ભીસન મંગુસીંગ મેડા રહે દેવધા તા.કુકશી જી.ધાર
- દીપુ મનુભાઈ વસુનીયા રહે છાપરી તા. રાણાપુર જી. જાંબુઆ
ફરાર આરોપીઓને પણ ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. ત્યારે આગામી સમયમાં ફરાર આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.