જમીન માટે સગો ભાઈ પણ પોતાના ભાઈનો રહેતો નથી તે કહેવાત ફરી એકવાર સાચી પડી છે. અને આ બધાં વચ્ચે સોનગઢના ઉમરદા ગામે આવીજ ઘટના સામે આવી છે. ઉમરદા ગામમાં દાતરડું લઈને સગા ભાઈ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. તેમજ પોતાની જેઠાણીને કરડી ખાનાર બંને આરોપીઓ હજી પણ જેલના સળિયા બહાર ખુલ્લેઆમ ફરી રહ્યા છે જેથી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ઘણીવાર બધુંજ એકલું હડફ કરી લેવાની લાલચમાં લોહીના સંબંધો પણ લોકો ભૂલી જતા હોય છે.
શું છે સમગ્ર ઘટનાક્રામ:-
સોનગઢ તાલુકાના ઉમરદા ગામે રહેતા મોવલીયાભાઈના છ છોકરા અને ચાર છોકરીઓ કુલ 10 સંતાનો વચ્ચે છે. તેમને 1972માં સમાન ભાગે જમીન વેચી આપી હતી. પરંતુ ત્યારબાદ એમાંનો એક પુત્ર ઠાકોર જે કદાચ બાપાની જમીનમાં બહેનોને હિસ્સો આપવા નથી માંગતો જ્યારે પણ એની બેન ભીલકી પોતાના ખેતરમાં ખેતી કરવા કે ઘાસ કાપવા આવે છે ત્યારે કુહાડી કે દાતરડા જેવા હથિયારથી એમને મારવા ભાગે છે અને એમને ત્યાંથી બગાડી દે છે. ગત 12 તારીખે આ રીતે જ ભીલીકી બેન અને માધુભાઈ બંને જણા સર્વે નંબર 64ની જમીન પર આવેલા પોતાના ખેતરમાં ઘાસ કાપવા ગયા હતા જેની જાણ ઠાકોરભાઈને થતા તેઓએ પોતાની પત્ની સેલું બેન જોડે દાતરડું લઇ ખેતરમાં પહોંચી ગયા હતા અને પોતાની જ બહેન ભીલકી સાથે સાથે ઝઘડો કરી માધુભાઈ પર દાતરડાથી ઘાતકી હુમલો હતો. જેનો વીડીયો પણ સામે આવ્યો છે.
આ ઘટના બાદ માધુભાઈની પત્ની ઋષિ બહેને 100 નંબર પર પોલીસને જાણ કરતા પોલીસ ગામમાં આવી પહોંચી હતી. જ્યાં પોલીસે સાળા પાસે બોલાવ્યા હતા તે દરમ્યાન ત્રણેય જણા જતા હતા ત્યારે રસ્તામાં ઠાકોરભાઈની પત્નીએ સેલુ બહેન એ, પોતાની જેઠાણી ઋષિ બહેનના ડાબા હાથ પર કરડી લીધું હતું. ત્યારબાદ પોલીસ બંને આરોપીઓને સરકારી જીપમાં બેસાડી પોલીસ સ્ટેશનને લઈ આવી હતી. અને ઋષિ બહેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.
આ તમામ ખેલ બગડતો જોઈ ઉમરદા શાળામાં મધ્યાન ભોજનમાં નોકરી કરનાર પતિ પત્નીએ કેસ માંથી બચવા સેલુ બહેન કે જેઓ પહેલાથી સુગર પ્રેશરના દર્દી છે તેઓ સરકારી દવાખાનામાં જઈ એડમિટ થઈ ગયા હતા અને, મને શાળા પાસે આ લોકોએ માર મારી છે એવો કેસ કર્યો હતો. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે વીડિયોમાં તેઓ પોતાના પતિ સાથે ઉભા દેખાય છે. જ્યાં પતિ દાતરડું લઇ મારવા જાય છે ત્યારે પણ તેઓ સાથે જ હતા. તો ત્યારબાદ તેઓ શાળાએ કેવી રીતે પહોંચી ગયા તે મોટો સવાલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ઠાકોરભાઈએ અગાઉ પણ ઘણીવાર આવું કર્યું છે જેમની સામે આઠથી દસ વાર કાયદેસર અરજી આપવામાં આવી હોવા છતાં તેઓ પોતાનો હિંસક સ્વભાવ છોડતા નથી. જે જમીન એમની છે જ નહીં એના પર તેઓ કેમ કબ્જો કરવા માટે આવે છે. તેને લઈ અનેક સવાલ થઈ રહ્યા છે.