શિયાળાની શરૂઆત થતાંની સાથે લોકો તેમના આહારમાં પણ પરિવર્તન કરતા હોય છે. ખાસ કરીને શિયાળામાં લોકોને લીલા શાકભાજી ખાવાના વધારે ગમતા હોય છે. જે શાકભાજીમાંથી એક છે મેથીના પાન આપને જણાવી દઈએ કે, મેથીના પાનની અંદર ઘણા એવા પોષક તત્વો મળી આવે છે જે સ્વાસ્થ્યને ઘણી સમસ્યાઓથી દૂર રાખી શકે છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે શિયાળામાં મેથીના પાન ખાવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે. આ ઉપરાંત મેથીના પાનની પ્રકૃતિ વિશે પણ જાણવું જરૂરી છે. શિયાળામાં ખાસ કરીને ડૉક્ટરો પણ લોકોને મેથી ખાવાનું જણાવતા હોય છે. આજનો લેખ આ વિષય પર છે. આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે મેથીના પાન ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
મેથી ખવાના ફાયદાઓ:-
તમને જણાવી દઈએ કે મેથીના પાન પ્રકૃતિમાં ખૂબ જ ગરમ હોય છે. આ જ કારણ છે કે તેનું સેવન મુખ્યત્વે શિયાળામાં કરવામાં આવે છે. પરંતુ શિયાળામાં પણ તેનું મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ. આ ઉપરાંત મેથી ખાવાથી શરીરમાં ઉર્જા રહેતી હોવાથી શરીર પણ સારું રહે છે. સાથે જ પાચન ઉત્સેચકોને ઉત્તેજીત કરે છે, જે અપચો અથવા પેટનું ફૂલવું જેવી સમસ્યા ઘટાડવામાં મદદ કરે છે. મેથી આંતરડામાં કોલેસ્ટ્રોલના શોષણને અંકુશમાં રાખવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને હૃદય રોગના જોખમને ઘટાડે અને વેઇટ લોસમાં અસરકારક રીતે કામ કરી શકે છે.
મેથી હાડકાઓને પણ મદદ કરે છે:-
મેથીના સેવનથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓ તેમના આહારમાં મેથીના પાન ઉમેરી શકે છે. જો તમારું વજન ઓછું કરવા માંગો છો, તો તમે તમારા આહારમાં મેથીના પાન ઉમેરી શકો છો. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે તમને ભૂખ લાગવાથી બચાવે છે પરંતુ તમે વધારાની કેલરી લેવાનું ટાળી શકો છો. મેથીનું સેવન કરવામાંથી શરદી અને ઉધરસ પણ મટે છે. મેથીના પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે જે શરદી અને ઉધરસમાં રાહત આપે છે. આ ઉપરાંત મેથીને શેકી અને તેનો પાવડર બનાવીને પણ ખાઈ શકાય છે. ગરમ પાણીમાં મેથીનો પાવડર નાખીને પીવાથી પણ અનેક ફાયદાઓ થાય છે.