સુરત શહેરમાં ગુનાખોરી સાતમા આસમાને પહોંચી ગઈ છે. કારણ કે આ શહેરમાં રોજ રોજ નવી-નવી ક્રાઈમની ઘટનાઓ બની રહી છે. હત્યા, લૂટ, ચોરી, આ બધી ઘટનાઓ આ શહેરમાં ગણ બની રહી છે. સરકાર પણ ગમે તેટલા કાયદોઓ કડક કેમના કરે પણ આરોપીઓને આ કાયદાઓનો બિલકુલ ડર રહ્યો નથી. આરોપીઓ જે રીતે વિવિધ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે તે જોતા લાગે છે. કે, આ શહેરમાં આરોપીઓને પોલીસનો અને કાયદાનો ડર રહ્યો નથી.
સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ પાસે યુવતીને છેડતી કરનાર રોમિયાને કેટલીક છોકરીઓ જોરદાર મેથી પાક ચોખાડ્યો હતો. પાપી યુવકે યુવતીઓની છેડતી કરી અને છોકરીઓએ ભેગા મળીને આરોપીને બરાબર ભર બજારમાં મેથી પાક ચખાડ્યો. સાથે કેટલીક યુવતીઓએ યુવકને માર માર્યો પણ માર મારતા પોલીસે સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યો તેમજ પાપી યુવકનો વીડિયો ઉતારી સોશ્યિલ મીડિયામાં શેર પણ કર્યો જેથી અન્ય બીજા શખ્સો આવી ઘટના કરતા પહેલા સો વાર વિચાર કરે.
પીડિત યુવતીઓનું કહેવુ છે કે, આ પાપી શખ્સ છેલ્લા ત્રણ દિવસથી યુવતીની છેડતી કરતો હોવાથી આખરે યુવતી કંટાળી અને બરાબર મેથી ચખાડી કાપોદ્રા પોલીસને સોંપી દેવામાં આવ્યો જેથી. જે બાદ પોલીસે આ મહાશયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક બાજુ સરકાર ઝીરો ટોલરન્સની વાતો તો કરે છે પણ આવી ઘટનાઓ સામે આવી જતા સરકારને પણ ધજાગરા ઉડી જાય છે.