સૂત્રો પાસેથી મળતી પ્રમાણે વાત કરીએ તો, સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ પાસે વહેલી સવારે રોડપર બંધ પડેલા ડંમ્પર ટ્રક પાછળ ઘૂંસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 6 લોકોનો ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે 13થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં છે. ઘટની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ તેમજ સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગરી જિલ્લાની મોટી હોસ્પિટલ સરટી હોસ્પિટલમાં ખસેડ્યા છે. આ મામલે તળાજા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ગમખ્વાર અકસ્માત 6 લોકોના ઘટના સ્થળે મોત:-
અપશુકનિયાળ મંગળવારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોને અકાળે કાળ ભરખી ગયો છે. મળતી જાણકારી પ્રમાણે હાઈવે પર બંધ પડેલા ડમ્પર ટ્રકની પાછળ ખાનગી બસ અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ કરતાં વધુ લોકો ગંભીર હાલતમાં છે. જેથી તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
તળાજા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી:-
મહત્વનું છેકે, આ ઘટનામાં 13 કરતાં વધારે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોને તળાજા જ્યારે અન્ય કેટલાક લોકોને ભાવનગરમાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતની વાત કરવામાં આવે તો, અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુનો અડધો ભાગનો કચ્ચરઘાણ વળી ગયો. જેમાં 06 લોકોના મોત થયાં છે. આ ઘટના બાદ મૃતકના સગા સંબંધીઓને જાણ થતાં તેમના પણ પરિવારના સભ્યએ ઘટના સ્થળે પહોંચી દુ: ખ વ્યકત કર્યું હતું.