આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તમેના લગભગ અંદાજે 100 જેટલા સમર્થકોને પોલીસે મંગળવારે અટકાયત કરી હતી. સૂત્રાના જણાવ્યા અનુસાર ચૈતર વસાવા અને તમેના 13 જેટલા સમર્થકો મંગળવારે તેમની સામે નોંધાયેલા કેસ મુદ્દે આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા માટે જઈ રહ્યો હોવાનો દાવો કર્યો હતો.
જે બાદ ચૈતર વસાવાને પોલીસે અટકાયત કરી લીધી હતી. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રકાશ પંડ્યાએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની ચિંતાને કારણે ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી હતી. ધારાસભ્યએ કોઈ પણ સૂચના આપ્યા વિના પોલીસ સમક્ષ હાજર થવાનું હતું. પરંતુ ચૈતર વસાવાએ પોલીસ સ્ટેશન હાજર થવા જવાનો છૂ જે દાવો કર્યો હતો. જેથી “કાયદો અને વ્યવસ્થાની ચિંતાને ધ્યાનમાં રાખીને પોલીસે ચૈતર વસાવા અને તેમના 100 જેટલા ટેકેદારોને નવાગામ ખાતે અટકાયત કરી હતી.
MLA ચૈતર વસાવા પર શું છે આરોપ ?
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા અને અન્યો તેમના ટેકેદારો પર આરોપ છે કે તેમણે 3 ડિસેમ્બરના રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) ખાતેના એક ઔદ્યોગિક એકમના પરિસરમાં અનધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો. તેની સામે 10 ડિસેમ્બરના રોજ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.
ચૈતર વસાવા પર જાહેર સેવકોને ફરજ બજાવવામાં અવરોધ ઊભો કરવા, જાહેર સેવકને નુકસાન પહોંચાડવાની ધમકી અને ગુનાહિત અપરાધ અને ખોટી રીતે સંયમ રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એફઆઈઆરમાં જણાવાયું છે કે વસાવા અને તેના સમર્થકો બચાવ કામગીરી દરમિયાન અટકાવવામાં આવ્યા હોવા છતાં ફેક્ટરી પરિસરમાં બળ જબરીથી પ્રવેશ્યા હતા. તેઓ મૃતક કામદારોના સંબંધીઓને મળવા ગયા હતા અને પોલીસ અને અન્ય અધિકારીઓને તેમની ફરજ બજાવતા અટકાવ્યા હતા અને ફેક્ટરીના અધિકારીઓને ધમકી પણ આપી હતી.
આ મુદ્દે ચૈતર વસાવાએ શું કહ્યું ?
ચૈતર વસાવાની અટકાયત અંગે પ્રતિક્રિયા આપતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય વસાવાએ જણાવ્યું હતું કે, તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાથી તેઓ એફઆઈઆર સંદર્ભે પોલીસ સમક્ષ હાજર થવાના છે. “જો પોલીસ ઇચ્છે તો તેઓ મને જેલમાં ધકેલી શકે છે. હું અહીંના લોકોને ન્યાય અપાવવા માટે લડી રહ્યો છું અને છેલ્લા શ્વાસ સુધી આમ જ કરતો રહીશ તેવું નિવેદન ચૈતર વસાવાએ આપ્યું હતું.