ગુજરાત પોલીસ વિભાગમાં ભરતી થવા માટે છેલ્લાં કેટલાક સમયથી તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી માટે લેવાતી શારિરીક કસોટી જાન્યુઆરી મહિનામાં યોજાઈ તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. PSI અને લોકરક્ષક માટે શારીરિક કસોટી જાન્યુઆરી મહિનાનાં બીજા સપ્તાહમાં યોજાઈ તેવી શક્યતાઓ છે. પોલીસ ભરતીની 12,472 જગ્યાઓ માટે ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની શારીરિક કસોટી એટલે કે રનિંગ માટેની પરીક્ષા જાન્યુઆરી માસમાં લેવાઈ તેવી શક્યતા છે.
જાન્યુઆરી મહિનામાં પરીક્ષા લેવાઈ તેવી શક્યતા
ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે ગુજરાતના ઉમેદવારો છેલ્લા કેટલાક સમયથી શારીરિક કસોટી માટે તૈયારી કરી રહ્યા છે. જેના માટે આગામી જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં દોડનું આયોજન કરવામાં આવે તેવી શક્યતા છે. મળતી માહિતી અનુસાર જાન્યુઆરી મહિનાનાં બીજા સપ્તાહમાં PSI અને લોકરક્ષક માટે આ શારીરિક કસોટીની પરીક્ષા યોજાઈ તેવી શક્યતા છે. આપને જણાવી દઈએ કે, ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 12,472 જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની શારીરિક કસોટી ટૂંક સયમાં યોજાય તેવી સંભવનાઓ છે.
યુવરાજસિંહ જાડેજાએ પણ કર્યું ટ્વીટ
આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે માહિતી આપી છે. યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કરી લખ્યું કે, GPRB/202324/1 ની બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી-2025 નાં બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે.
મહત્વનું છે કે, ગુજરાતના લાખો યુવાનો ગુજરાત પોલીસ વિભાગમાં ભરતી થવા માટે છેલ્લાં લાંબા સમયથી શારીરિક કસોટી માટેની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તમામ યુવાનોને એમ હતું કે, ક્યારે પરીક્ષા આવશે ક્યારે પરીક્ષા આવશે પરંતુ હવે જાન્યુઆરી મહિનામાં શારીરિક કસોટીની પરીક્ષા યોજાઈ તેવી શક્યતા છે. મોટા ભાગે શિયાળો ચાલુ થાય એટલે ગુજરાત ભરતી બોર્ડ આ પરીક્ષા શરૂ કરતું હોય છે. જેથી યુવાનોને શિયાળાની અંદર દોડવાની પણ તકલીફ ન પડે તેમજ યુવાનો સારી રીતે દોડી શકે. પોલીસ વિભાગના ટ્રોનિંગ સેન્ટરો પણ ખાલી હોવાથી ટૂંક સમયમાં શારીરિક કસોટી માટે કોલ લેટર નીકળશે તેવી પણ માહિતી સામે આવી છે. જેથી ગુજરાતના યુવાનો દોડવા માટ તૈયાર થઈ જાઓ.