તાપી જિલ્લા SP રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં દારૂની હેરાફેરી કરનારા બુટલગરો તેમજ શરીર અને મિલકત સબંધિત ગુનાઓ ડીટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ, એલ.સી બી. તાપી નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.આહીર એલ.સી.બી તાપી તથા સ્ટાફના માણસોએ પોતાના અંગત ખાનગી બાતમીદારો રોકેલા હતા.
પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ રામા તથા હેડ કોન્સ્ટેબલ બિપીન રમેશનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર રાજ્ય તરફથી એક ટ્રક નંબર GJ-07-UU-1535માં વિદેશી દારૂનો જથ્થો ભરાઈને આવે છે. અને તે કુકરમૂંડા તાલુકાના પીશાવર ગામ થઈ જનાર છે. જે બાતમી આધારે મોજે -કુકરમુંડાના પીશાવર ગામના બસ સ્ટેન્ડ રોડ પર નાકાબંધી કરી હતી તે દરમ્યાન બાતમીવાળા ટ્રક મહારાષ્ટ્ર રાજ્ય તરફથી આવતા રોડની સાઈડમાં કરાવી ચેક કરતા ટ્રકની બોડીના ભાગે જોતા ટ્રકના પાછળના ભાગે કાળા કલરની તાડપત્રી બાંધેલી હતી. જે તાડપત્રી ખોલીને જોતા તેના નીચેના ભાગે અલગ-અલગ પ્રકારની ભારતીય બનાવટની વિદેશી દારૂના બોક્ષ ભરેલા હતા.
જે બાદ ટ્રક ચાલકની પૂછપરછ કરતા આરોપી મહેશ રામચંદ્ર ભાભોર જણાવેલ આરોપી પાસેથી પોતાના કબ્જાના અશોક લેલન ટ્રક નંબર GJ-07-UU-1535 જેની આશરે કિંમત રૂપિયા 7,00,000 થાય છે. જે ટ્રકમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂના કુલ બોક્ષ 73 તેમજ સીલબંધ નાની મોટી કુલ બોટલો તથા બિયર ટીન નંગ-1452 જેની કુલ કિંમત રૂપિયા 2,78,892 રૂપિયાનો મુદ્દામાલ હેરાફેરી કરતા હતા. પકડાયેલા શખ્સ પાસેથી મોબાઈલ નંગ-1 જેની આશરે કિંમત 5 હજાર રૂપિયા થાય છે. ટ્રકની કિંમત GJ-07-UU 1535ના પોલીસ, ફિટનેસ સર્ટી, પીયુ.સીના કાગળો નંગ મળી કુલ 9,83,892ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ આરોપીઓ વિરૂદ્ધમાં પ્રોહીબિશન કલમ 65 ઈ, 81, 83,98 (2) મુજબની કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે કુકરમુંડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
કામગીરી કરનાર પોલીસકર્મીઓ :-
- પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ ગોહીલ એલ.સી.બી
- પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.આહીર એલ.સી.બી
- HC બીપિનભાઈ રમેશભાઈ
- HC પ્રકાશભાઈ રામાભાઈ
- પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ દિગ્મ્બર
- પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસિકસિંહ
- પોલીસ કોસ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈ
- પોલીસ કોન્સ્ટેબલ સુનીલભાઈ ખુશાલભાઈ
આ તમામ પોલીસ કર્મચારીઓએ આ કામગીરી કરી ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત હજુ પણ આગામી સમયમાં અન્ય ગુનાઓમાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડવા કામગીરી શરૂ રહશે.