પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, તાપી એસપી રાહુલ પટેલ, તથા આઈ.એન.પરમારના માર્ગદર્શન અને સૂચના અનુસાર તાપી જિલ્લામાં ગુનાઓ આચરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી કરવા માટે જણાવેલ હતું. જે સૂચના અને માર્ગદર્શન મુજબ તારીખ 16/12/24થી તારીખ 22/11/2024 વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.
ડ્રાઈવની કામગીરી દરમ્યાન એમ.ડી વિઠ્ઠલપરા પોલીસ ઈન્સ્પેક્ટર નિઝર પોલીસ સ્ટેશન નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ ભગતસિંહ, હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ અરવિંદ, પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર સેંઘાજી, નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ અરવિંદભાઈ થતાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશ સેંઘાજી નાઓને મળેલી સંયુક્ત બાતમીના આધારે નિઝરના અડચી નાકા પાસેથી કલમ 457, 380,114 મુજબના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપી નાગરસિંગ ઓમકારસિંગ સિકલીગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કામગીરી કરનાર પોલીસકર્મચારીઓ :-
પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી વિઠ્ઠલપરા
હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ ભગતસિંહ
પોલીસ હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ અરવિંદભાઈ
પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશકુમાર સેંઘાજી
આ તમામ પોલીસના કર્મચારીઓએ આ ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા હજુ પણ ગુનો આચરી ફરાર થઈ ગયેલા તમેજ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આગામી સમય દરમ્યાન આ ડ્રાઈવ દરમ્યાન અનેક આરોપીઓને પકડી જેલ ભેગા કરવામાં આવશે.