તાપી જિલ્લા એસ.પી દ્વારા તાપી જીલ્લામાં બનેલા ગુનાઓને શોધી કાઢવા માટે સુચનાઓ આપવામાં આવી હતી. જે સૂચના અને માર્ગદર્શન હેઠળ એન.એસ.ચૌહાણ પોલીસ ઇન્સપેક્ટર વ્યારા દ્વારા વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર ઘટના :-
થોડા સમય પહેલા દિનેશ વાડીયા ગામીત રહે-અગાસવાણ ગામ કેલીયા ફળીયુ તા-સોનગઢ જી-તાપી નાઓની માલિકીની હીરો કંપનીની સ્પલેન્ડર મોટર સાયકલ રજી.નંબર- GJ-26-K-3760 જેનો ચેચીસ નંબર-MBLHA10BWFHE62399 તથા એંજીન નંબર-HA10EWFHE11385 જેની કિમત રૂપિયા-૨૦,૦૦૦ની મત્તાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી નાશી ફરાર થઈ ગયો હતો. મોટર સાયકલ ચોરી થઈ તેની ફરિયાદ મળતા પોલીસે આ કેસની ગંભીરતા સમજી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદના આધારે તપાસ કરતા નેત્રમ કોમાન્ડ કંટ્રોલનાં CCTV ફુટેજ તેમજ લોકલ CCTV ફુટેજના આધારે તપાસ કરતાં એક શકમંદ ઇસમ ચોરી થયેલી મોટર સાયકલ ચોરી કરી જતો જણાયેલ હતો. જેથી સદરહુ શકમંદ ઇસમ બાબતે પબ્લિક સોર્સ આધારે તપાસ કરતા તપાસ દરમ્યાન PC વિજય બાબાભાઇ તથા PC કલ્પેશ જરસિંગભાઇ નાઓને સંયુકત રીતે ચોક્કસ બાતમી મળી હતી.
જેમાં જીતેંદ્રભાઇ ગોવિંદભાઇ ગામીત રહે,આંબીયા ગોડાઉન ફળીયુ તા.વ્યારા જી.તાપીનો હોવાનુ અને સદરહુ ઇસમ હાલમાં ચોરી કરેલી મોટર સાયકલ લઇ આંબીયા ગામેથી વ્યારા તરફ આવનાર છે, તેવી માહિતી મળતા હે.કો. સોહન મોહનભાઇ, હે.કો.નવરાજસિંહ જોરસિંહ, PC વિજય બબાભાઇ, PC કલ્પેશ જરસિંગભાઇ, PC શશીકાંત તાનાજીભાઇ, PC કલ્પેશ કમચીભાઇ, PC અમીર નરપતભાઇ, PC દિલિપભાઇ અર્જુનભાઇ તથા Pro.ASI ભાવેશ રાણાભાઇ તથા બે પંચોના માણસો સાથે મૌજે વ્યારા ઉનાઇ રોડ મગરકુઇ પાટીયા પાસે વોચમાં રાખવામાં આવી હતી.
જે દરમ્યાન બાતમી અને હકીક્ત વાળો ઇસમ ચોરીમાં ગયેલી મોટર સાયકલ ચલાવી આવતા તેને ઉભો રાખી પંચોના રૂબરૂમાં નામઠામ તેમજ ચોરી થયેલી મોટર સાયકલની ખાતરી તપાસ કરતા સદરહુ હીરો સ્પલેન્ડર મોટર સાયકલ GJ-26-K-3760 કિં.રૂ.૨૦,૦૦૦ ગણી મુદ્દામાલ કબ્જે કરી આરોપી જીતેંદ્ર ગોવિંદભાઇ ગામીત વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છેકે કેટલાક ભેજાબાજો શખ્સ ઓછી મહેનતે વધારે રૂપિયા કમાવા માટે ચોરી કરતા હોય છે. પરંતુ કહેવાય છે કે, કાનૂન કે હાથ લંબે હતો હૈ, પોલીસ ગમે ત્યારે આરોપીઓ ઝડપી લેતી હોય છે. આ ઘટનામાં પણ પોલીસે આરોપીને ઝડપી લેતા પરિવાર અને સમાજમાં ઈજ્જત ગુમાવાનો વારો આવ્યો છે.
બાઈક ચોરી કરનાર શખ્સનો વીડિયો જુઓ……..