અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ હોસ્પિટલ વિવાદમાં એટલા માટે આવી છે કે, કારણ કે અંહી એક ભેજાબાજ ભૂવાએ સિવિલ હોસ્પિટલના ICU વિભાગમાં તાંત્રિકવિધિ કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના પરથી એવું સાબિત થાય છે કે દર્દીઓને અને તેમના પરિવારના સભ્યને હોસ્પિટલના ડૉક્ટરો નહીં પણ ભૂવાઓ પર વાધારે ભરોસો હોય તેમ લાગ છે. કારણ કે હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પરંતુ કેટલાક ભેજાબાજ શખ્સો હોસ્પિટલના ICU વોર્ડમાં ઘૂસી જઈ તાંત્રિકવિધિ કરતા હોવાનું સામે આવ્યું છે.
ભૂવો અંદર ઘૂસી ગયો સિક્યુરિટી ગાર્ડ ક્યાં હતા ?
અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે. તેઓ હોસ્પિટલ અને હોસ્પિટલમાં આવતા દર્દીઓનું ધ્યાન રાખતા હોય છે. કોણ આવે છે કોણ જાય છે. જેની તમામ જવાબદારી આ સિક્યુરિટી ગાર્ડની બનાતી હોય છે. પરંતુ આ વખતે તો સિક્યુરિટી ગાર્ડ અને ICUમાં નર્સ હોવા છતાં પોતાને ભૂવો સમજી બેઠલો શખ્સ હોસ્પિટલના ICU વોર્ડમાં ઘૂસી જાય છે અને દર્દી પાસે જાય ત્યાં તાંત્રિક વિધિ કરતો હોવાનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 24 કલાક હોસ્પિટલમાં સિક્યુરિટી હોવા છતાં ભૂવો ખાટલામાં સારવાર લઈ રહેલા દર્દી પાસે કેવી રીતે ઘૂસી ગયો તેને લઈ મોટા સવાલ થઈ રહ્યા છે.
વીડિયોગ્રાફીની મનાઈ છતાં વીડિયો ઉતાર્યાં :-
મહત્વનું છેકે હોસ્પિટલમાં વીડિયોગ્રાફીની મનાઈ હોવા છતાં ભૂવાએ વીડિયો પણ ઉતાર્યો અને તે વીડિયોને સોશ્યિલ મીડિયામાં શેર કર્યો હતો. ત્યારે સવાલ એ થયા છે કે, આ તમામ વસ્તૂઓ કોના ઈશારે થઈ રહી છે ? શું હોસ્પિટલના ICU વોર્ડ સુધી ગમે તે વ્યક્તિ ઘૂસી જાય છે તો સિક્યુરિટી ગાર્ડ શું કામ કરી રહ્યા છે ? મહત્વનું છેકે સોશ્યિલ મીડિયમાં વાયરલ થઈ રહેલો વીડિયો 18 નવેમ્બરનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યો છે. બીજો સવાલ એ પણ થાય છે કે, હોસ્પિટલનો સ્ટાફ શું કરી રહ્યો હતો જ્યારે ભૂવાએ દર્દી પાસે પહોંચી તાંત્રિક વિધિ કરી ?
એક તરફ ગુજરાતની ભાજપ સરકાર ભૂવાઓ પર કાડક કાર્યવાહી કરવા માટે નવા-નવા કાયદોઓ બનાવી રહી છે. અને બીજી તરફ સિવિલ જેવી હોસ્પિટલમાં ભૂવોઓ ઘૂસી દર્દીઓ પાસે તાંત્રિક વિધિ કરી ફરાર થઈ જતા હોય છે. આ ઘટના પરથી એવું સાબિત થઈ રહ્યું છે કે, ભૂવાઓને સરકારના કાયદોઓનો ડર રહ્યો નથી.