20 C
Ahmedabad
Friday, January 17, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ભારતીય સેનાના જવાનોને સલામ..5 આતંકીઓને કર્યાં ઠાર..2 જવાન ઈજાગ્રસ્ત


જમ્મુ-કાશ્મીર કુલગામમાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે જેમાં ભારતીય સેનાના જવાનોને 5 આતંકવાદીઓને ઠાર કર્યાં હોવાની માહિતી મળી રહી છે. આ અથડામણમાં ભારતીય સેનાના 2 જવાન પણ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. તેમજ હજુ પણ કેટલાક પાપી આતંકીઓ છૂપાયેલા હોવાથી ભારતીય સેનાના જવાનો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ટન કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. એન્કાઉન્ટરના એક દિવસ પહેલા ભારતીય સેનાના જવાનોએ કુપવાડામાં દારૂગોળો અને હથિયારો મોટી માત્રમાં જપ્ત કર્યા હતા.

આ એન્કાઉન્ટર એવા સમયે થયું છે. જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, સેના, અર્ધલશ્કરી દળો, જમ્મુ-કાશ્મીર પ્રશાસન, ગુપ્તચર એજન્સી અને ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ આ બેઠકમાં ભાગ લઈ શકે છે. ગૃહમંત્રીને વર્તમાન પરિસ્થિતિ અને સરહદી વિસ્તારોની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવશે. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત આતંકવાદી ઘટનાઓ બની છે. 20 ઓક્ટોબરે મધ્ય કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં સાત લોકો માર્યા ગયા હતા. આ ઘટના પહેલા કાશ્મીરમાં કામ કરતા બહારના લોકો પર પણ હુમલા થયા હતા.

વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાં 142 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને આ વર્ષે અત્યાર સુધીમાં આ સંખ્યા માત્ર 45ની આસપાસ છે. 2019માં 50 નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે આ વર્ષના નવેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં આ આંકડો ઘટીને 14 થઈ ગયો હતો. મહત્વનું છે કે, જમ્મુકાશ્મીરના ઘાટી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આતંકીઓની હરકત યથાવત છે. આતંકવાદીઓ ભારતીય વિસ્તારમાં ઘૂસવા માટે સતત પ્રયાસો કરતા રહેતા હોય છે. પરંતુ ભારતીય સેના આ આતંકીઓની ગતિવિધી નાકામ કરતી હોય છે. અને આ વખતે પણ એવુંજ થયું છે. ભારતીય સેનાએ પાંચ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.

આ અથડાણ મુદ્દે આર્મીના ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે આ સમય દરમિયાન, સતર્ક સૈનિકોએ શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈ અને જ્યારે તેને પડકાર કરતા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. ફાયરિંગ બાદ ભારતીય સૈનિકોએ પણ સામે ફાયરિંગ કરતા જડબાતોડ જવાબ આપ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,888FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!