રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ સાતમા આસમાને પહોંચી ગયો છે.. દિવસને દિવસે રાજ્યમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે. એક તરફ ગુજરાતની ભાજપ સરકાર નવા-નવા કાયદાઓ બનાવી રહી છે. “ગૃહ મંત્રી કહી રહ્યા છે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો” પરંતુ કેટલાક લુખ્ખાઓ કાયદોઓને ઘોળીને પી જતા હોય તેવા દ્રશ્યો બુધવારે રાત્રે અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં જોવા મળ્યા હતા. અંહી કેટલાક લુખ્ખાઓ હાથમાં તલવાર લઈ સરાજાહેરમાં દાદાગીરી કરતા જોવા મળ્યા હતા. ફોટા દેખતા આ દ્રશ્યો જોતા એવુ લાગે છે કે, આ તત્વોને પોલીસનો બિલકુલ ડર રહ્યો નથી.
શું છે સમગ્ર મામલો :-
અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા ગરીબનગર પાસે કેટલાક લુખ્ખાઓ સરાજાહેરમાં હાથમાં તલવાર લઈ આતંક મચાવ્યો હતો. સૂત્રો પાસેથી પાસેથી મળતી મુજબ આ શખ્સો તેમના વિસ્તારમાં ધાક જમાવા માટે એવું કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. હાથમાં તલવાર લઈ પોલીસને પણ લુખ્ખાએ કહ્યું હતું કે “બહુત મારુંગા સાહેબ” કહી પોલીસને પણ ધમકી આપી હતી. સમગ્ર નાટક દરમ્યાન પોલીસની ત્યાં બે PCR વાન ઘટના સ્થળ પર હાજર હતી. તે સમયે PCR વાનમાંથી બહાર નીકળેલા પોલીસકર્મીઓને પણ લુખ્ખાએ ગાડીમાં ધક્કો મારી બેસાડી દીધા હતા અને બહુત મારુંગા તેવું કહી ધમકી આપી હતી. જેનો વીડિયો હાલ સોશ્યિલ મીડિયામાં ખૂબજ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે.
ઘટના બાદ પોલીસની કાર્યવાહી :-
આ ઘટનાની ચારેકોર ચર્ચા બાદ રખિયાલ-બાપુનગર પોલીસે રખિયાલ વિસ્તારમાં પોતાને દાદા સમજી બેઠેલા યુવકની ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધા છે. તેમજ તેમની સાથે અન્ય પણ કેટલાક શખ્સો હતો તેમની પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે. બાપુનગર અને રખિયાલ વિસ્તારમાંથી છેલ્લાં કેટલાક સમયથી અનેક મારામારી-સરાજાહેરમાં આતંક મચાવવાની ઘટનાઓ સામે આવતી હોય છે.
લુખ્ખાએ પોલીસને કહ્યું, “બહુત મારુંગા સાહેબ”
લુખ્ખાને જાણ કાયદોનો કોઈપણ ડર ન હોય તેમ પોલીસ વાનનો દરવાજો પછાડી પોલીસકર્મી પર હુમલાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના પરથી એવું સાબિત થાય છે કે, અમદાવાદની રખિયાલ પોલીસ ખુદ પોતાની સુરક્ષા માટે પાંગળી દેખાઇ રહી છે. લુખ્ખાની દાદાગીરી જોઇ પોલીસ પણ ઘટના સ્થળ પરથી ભાગી ગઇ. ત્યારે સવાલ એ થાય છે કે, શું અમદાવાદની પોલીસ આ રીતે પેટ્રોલિંગ કરી રહી છે ? જો આ રીતે પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે તો અમદાવાદ શહેરના નાગરિકોની સુરક્ષા કોણ કરશે તેને લઈ પોલીસ સામે સવાલ ?