ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે બે દિવસ પહેલા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પાપી શેતાને 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્ય બાદ બાળકીને મૂકી પાપી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો ઝઘડિયાના GIDC વિસ્તારમાં મૂળ ઝારખંડની બાળકી તેમના પરિવાર સાથે રહેતી હતી. ત્યારે GIDC વિસ્તારમાં રહેતા એક શેતાનની નજર બાળકી પર પડી અને બાળકીને અજાણી જગ્યાએ લઈ જઈ તેની સાથે જબરજસ્તી દુષ્કર્મ આચરી પાપી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી બાળકીએ બૂમાબૂમ કરતા બાળકીને અવાજ પોતાની માતાને સંભળતા સમગ્ર કાંડ સામે આવ્યો હતો. જે બાદ બાળકીની માતાએ આજુબાજુના લોકોને જાણ કરતા બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં બાળકીની સારવાર હાલ ચાલી રહી છે. જો કે હાલમાં આ અંગે વધુ ખુલાસા કરવાનું તેમણે ટાળ્યું છે. પહેલા ભરૂચમાં બાળકી પર એક સર્જરી કરવામાં આવી હતી. હાલત ખૂબ ગંભીર હોવાથી ભરૂચમાં સારવાર આપ્યા બાદ બાળકીને વધુ સારવાર માટે વડોદરખસેડાવામાં આવી છે.
તો બીજી તરફ આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે પણ પાપી શેતાને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી દીધી હતી. થોડા સમય બાદ પોલીસે મૂળ ઝારખંડનો રહેવાસી વિજય પાસવાનને ઝડપી લીધો હતો. ત્યારે બાદ આરોપીની પોલીસે કાયદેકીય તપાસ કરી ગુરુવારે આ પાપીને DySPની અધ્યક્ષતામાં રિકન્સ્ટ્રક્શન કરાવામાં આવ્યુ હતું. જે જગ્યાએ આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાં આરોપીને લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના દરમ્યાન પાપી શેતાનની પોલીસે બરાબરની સર્વિસ કરી હોવાથી આરોપીને રિકન્સ્ટ્રક્શન દરમ્યાન ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી. આરોપીએ બાળકી સાથે તમામ પ્રકારની હદ વટાવી વિકૃતિ આચરી હતી જેથી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી બાળકીના પરિવારની માગ છે.
તો આ ચકચારી ઘટના મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ છે. ભોગ બનેલી બાળકીનો પરિવાર મૂળ ઝારખંડનો હોવાથી ઝારખંડ સરકારે પણ તપાસ માટે ઝારખંડ સરકારના ત્રણ અધિકારીઓને ગુજરાત મોકલ્યા છે. ઝારખંડથી આવેલા અધિકારીઓએ પીડિત પરિવારની મુલાકાત લઈ સમગ્ર ઘટના ક્રમ મુદ્દે વધુ તપાસ હાથ ધરી. તેમજ ઝારખંડથી આવેલી મહિલાએ કહ્યું કે ગુજરાતમાં આવતા મજૂરોની જવાબદારી ગુજરાત સરકારની હોય છે.