રાજ્યમાં નકલી ડિગ્રીથી બોગસ ડૉક્ટર બનાવવાના રેકેટમાં સુરત પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ગુજરાતમાં એક પણ શહેર કે જિલ્લો બાકી નથી જ્યાં નકલી ડિગ્રી આપી ન હોય અને રાજ્યમાં આવા 4 હજાર ડૉક્ટરો છે. જેમાં સૌથી વધુ સુરતમાં અને બીજા નંબરે અમદાવાદમાં છે. સુરત પોલીસને સરકારની રજીસ્ટર્ડ સાઈટ પરથી આવા 1,281 બોગસ ડૉક્ટરો મળ્યા છે. જે હજુ સુધી પોલીસને હાથે લાગ્યા નથી. અને પ્રેક્ટિસ કરી રહ્યા છે. જ્યારે 2,719નો તો હજુ સુધી કોઈ અત્તોપત્તો નથી હોવાનું જાણવા મળ્યું છે.
આ બધાં વચ્ચે ગુજરાતના આ જિલ્લામાંથી એક નહીં પણ એક સાથે છ બોગસ ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. અંહી વાત થઈ રહી છે મોરબી જિલ્લાની જી હા મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી 6 નકલી ડૉકટરોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં ખાસ કરીને ટંકારા અને હળવદ તાલુકામાંથી પોલીસે છ ડૉટકરોને ઝડપી જેલમાં પૂરી દીધા છે. કેટલાક ભેજાબાજ ડૉકટરો હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાના અને ક્લિનિક ચલાવતા હતા જેમાંથી પાંચ બોગસ ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવી છે.
આ ઉપરાંત ટંકારાના બંગાવડી ગામેથી એલોપેથિક દવા આપી સારવાર કરતો બોગસ ડોક્ટર પકડાયો છે. મોરબીમાંથી ત્રણ બોગસ પકડાયા બાદ જિલ્લાભર માંથી બોગસ ડોક્ટર પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો. હળવદ માંથી પકડાયેલ સંદીપ મનુભાઈ પટેલ, વાસુદેવ કાંતિ પટેલ, પરિમલ ધીરેન બાલા, પંચાનાન ખુદીરામ ધરામી અને અનુજ ખુદીરામ ધરામીને હળવદ પોલીસે વગર ડિગ્રીએ મેડિકલમાં પ્રેક્ટિસ કરતા ઝડપી લીધા છે. પકડાયેલા આ તમામ ભેજાબાજ શખ્સો પાસેથી પોલીસ દવા, ઈન્જેક્શન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી.
રાજ્યમાં નકલી ડૉક્ટરોની ભરમાર છેલ્લાં કેટલાક સમયથી ચાલી રહી છે. જેમાં ઓછી મહેનતે વધારે રૂપિયા કમાવા માટે કેટલાક ભેજાબાજ શખ્સો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. ત્યારે સરકારે પણ આ મુદ્દે કડક કાયદા બનાવવાની જરૂર છે. રાજ્યમાંથી દરરોડ નકલી ડૉક્ટરો ઝડપાઈ રહ્યા છે. નકલી ડૉક્ટરો ક્યાંકને ક્યાંક લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. નકલી ડૉક્ટરો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અથવા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે. ગ્રમીણ વિસ્તારમાં રહેતા લોકોને ખબર ન રહેતી હોવાથી તેઓ સસ્તા આ બોગસ ડૉક્ટરો પાસે દવાઓની ખરીદી કરતા હોય છે.