શુક્રવારે સવારે રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જયપુરના ભાંકરોટા વિસ્તારમાં એક સાથે ડઝનબંધ વાહનોમાં ભીષણ આગ લાગી હતી. અંહી એક CNG ટ્રક અને અન્ય ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. જે બાદ રોડની સાઈટમાં પાર્કિંગમાં રાખેલા વાહનોમાં ભીષણ આગ લાગી હતી. બીજી તરફ બસમાં પણ આગ લાગતા પાંચ જેટલા લોકોના મોત થયા હતા. જ્યારે 12થી વધુ લોકો દાઝી ગયા હોવાની માહિતી સામે આવી છે. શુક્રવારે સવારે લગભગ 5.00 વાગ્યે ડી ક્લોથોન પાસે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.સાથે જ વાહનોમાં ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. મદદ માટે સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી કરવામાં આવી હતી.
એક સાથે અનેક વાહનો અથડાયા :-
સૂત્રો પાસેથી મળતી પ્રમાણે વાત કરીએ તો આ આગ એટલી જલદી ફેલાઈ ગઈ હતી કે જેના કારણે આજુબાજુમાં રહેવા વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા ગયા હતા. ખાનગી ન્યુઝ એજન્સીના કહેવા પ્રમાણે વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ હોવાથી અકસ્માત થયો હોવાની માહિતી પણ સામે આવી છે. ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.ભીષણ આગથી સમગ્ર વિસ્તારમાં ઘૂમાડાના ગોટે-ગોટા ઉડતા જોવા મળ્યા હતા.
ઘટના સ્થળે લોકોની ભીડ ઉમટી:-
જયપુર-અજમેર હાઈવે પર અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. જોકે, વહીવટીતંત્રએ લોકોને અહીંથી દૂર રહેવાની સલાહ આપી હતી. ટેન્કરમાં આગ લાગતા ટેન્કરમાં ભરેલું પ્રવાસી રોડ પર પડી જતા આગ વધારે ભીષણ બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ સીએમ ભોજનલાલ શર્મએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ ઘટના કેવી રીતે બની તે મામલે પણ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટનામાં અનેક વાહનો પણ બળીને ખાખ થયા છે. દિલને હચમચાવી નાખનારી આ ઘટનાની જાણ રાજધાની દિલ્લી સુધી ઘટનાની જાણકારી આપી દેવામાં આવી છે. તો બીજી તરફ સીએ ભોજન લાલ શર્માએ ઈજાગ્રસ્ત લોકો સાથે પણ મુલાકાત કી હતી.