કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દેશના ખેડૂતોને અનેક યોજનાઓ થકી લાભ આપતા હોય છે.. પરતુ દેશના ખેડૂતો સાથે કેટલાક તત્વો છેતરપિંડી પણ કરતા હોય છે. આ બધાં વચ્ચે સરકારે પીએમ કિસાન યોજનાના લાભાર્થી એવા ખેડૂતોને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે ચેતવણી આપી રહી છે. કારણ કે છેતરપિંડી કરનારાઓ તેમના બેંક ખાતા ખાલી કરી શકે છે, આ સાથે સરકારે ખેડૂતોને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે કેટલીક ટિપ્સ પણ આપી છે. પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ, સરકાર દ્વારા પાત્રતા ધરાવતા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેમાં લાભાર્થી ખેડૂતોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં DBT દ્વારા 6,000 રૂપિયાની રકમ મોકલવામાં આવે છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ અને ખેતીની જરૂરિયાતોમાં ટેકો પૂરો પાડવા કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દેશના કરોડો લોકોને દેશની સરકાર રૂપિયાની સહાય ચુકવી રહી છે.
લાભ લેવા માટે ઇકેવાયસી ફરજિયાત છે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભો મેળવવા માટે EKYC દ્વારા ખેડૂતોને EKYC ઓનલાઈન કરાવવું ફરજિયાત છે, જેથી કરીને રકમ તેમના બેંક ખાતામાં સીધી મોકલી શકાય અને દેશના ખેડૂતોને સીધા તેમના ખાતમાં રૂપિયા મળી શકે છે. તેવી વ્યવસ્થા પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે.
ઈ-મિત્ર દ્વારા યોજના સંબંધિત માહિતી મેળવો
પીએમ કિસાન એઆઈ ચેટબોટ કિસાન ઈ-મિત્ર દ્વારા, ખેડૂત ભાઈઓ તેમના મોબાઈલ સ્ક્રીન પર કિસાન યોજના સંબંધિત તમામ પ્રશ્નોના જવાબો મેળવી શકે છે તમે હિન્દી અને અંગ્રેજી સિવાય સંબંધિત માહિતી મેળવી શકો છો.
સુરક્ષિત રહેવા માટે આપણે સતર્ક રહેવું પડશે
PM કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોએ ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે પાંચ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી કરીને ઓનલાઈન ઠગાઈ કરતા શખ્સો બચી શકાય છે. જે પાંચ બાબતોમાં નીચેની બાબતો ખાસ ધ્યાન રાખવી જોઈએ.
- સોશિયલ મીડિયા પર વ્યક્તિગત માહિતી પોસ્ટ કરશો નહીં.
- માત્ર સત્તાવાર સ્ત્રોતોનો ઉપયોગ કરો.
- શંકાસ્પદ સંદેશાઓ અથવા કૉલ્સથી સાવચેત રહો.
- મેસેજ દ્વારા મળેલી નકલી લિંક પર ક્લિક કરવાનું ટાળો.
- તમારા બેંક ખાતાની નિયમિત તપાસ કરતા રહો.
- ઉપરની મુજબની આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવાથી ઓનલાઈન છેતરપિંડીથી બચી શકાય છે. અને ખેડૂત મિત્રોને એવો કોઈ છેતરપિંડીનો મેસેજ આવો તો કોઈપણ માહિતી શેર કરવી નહી અથવા તો કોઈ પણ શખ્સને મોબાઈલમાં પર આવતો OTP શેક કરવો નહીં. જેથી ઓનલાઈન ઠગાઈથી બચી શકાય છે.