29 C
Ahmedabad
Wednesday, February 12, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

હવે ગુજરાતમાંથી નકલી MLA ઝડપાયો છે..કારનામા જાણી નવાઈ લાગશે


ભરૂચ જિલ્લા ભાજપના મહિલા આગેવાનોને બદનામ કરનારા મહાઠકને ભરૂચ સાઈબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ચિંતન પટેલ ભાજપના નેતા સાથે ફોટો પડાવી facebook પર એમ.એલ.એ લખી પોતે બહુ મોટો બિઝનેસમેન હોય તેવી ડમફાસ મારી મહિલાઓને પોતાના વશમાં કરતો હતો. ગુજરાતમાં નકલી ધારાસભ્ય બાકી રહ્યો હતો. તે નકલી ધારાસભ્ય પણ હવે મળી આવ્યો છે. નકલી ધારાસભ્યની ડંમફાસ મારનાર ચિંતન પટેલે સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી આચરી ચુક્યો છે. વડોદરામાં કેટલાય સમયથી આશરો મેળવનાર ચિંતન પટેલ વડોદરાના એક ગુનાઓમાં વોન્ટેડ હોવા છતાં હાથ લાગતો ન હતો.

ગુજરાતમાં નકલી સીએમઓ, નકલી કચેરીઓ, નકલી કિન્નરો, નકલી પીએમઓ, નકલી ટોલનાકા, નકલી cid, નકલી જજ અને નકલી કોર્ટ, બાદ હવે ચિંતન પટેલ નામનો શખ્સ નકલી ધારાસભ્ય તરીકે સામે આવી ગયો છે. ચિંતન પટેલે ભૂતકાળમાં ભાજપના મહિલા આગેવાન સાથેના મર્ફ કરેલા ફોટા વાયરલ કરી મહિલા અગ્રણીને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું. જેમમાં સાયબર ક્રાઇમ પોલીસે ઘટનાની તપાસ કરી ચિંતનને ઝડપી પાડી જેલના પાંજરામાં પૂરી દીધો છે.

મહાઠગ ચિતન પટેલે ધારાસભ્યની ઓળખ આપી સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી આચરી છે. ચિંતન પટેલ સામે માત્ર ભરૂચ જિલ્લામાં નહીં પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેની સામે ગુનાઓ દાખલ થયા છે છઠ્ઠા એડિશનલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ ૭૦ મુજબ ચિંતન પ્રભુદાસ પટેલનું વોરંટ ઇસ્યુ કર્યા બાદ ભરૂચ પોલીસે વડોદરાથી તેને ઝડપી પાડ્યો હતો. તેમજ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ચિંતન પટેલનો લાંબો ગુનાહિત ભૂતકાળ છે. ચિંતન પટેલે ભૂતકાળમાં અનેક મહિલાઓને પોતાની જાળમાં ફસાવીને પૈસા પડાવવા ઉપરાંત બીજા અનેક બહાનોઓ બતાવી અનેક લોકો સાથે ઠગાઈ કરી છે.

વિદેશમાં પોતાની સોનાની ખાણ હોવાની ડંફાસો મારતો ફેસબુક પર પોસ્ટ મૂકતો રૂપિયાના બંડલો ફેસબુક પર મુકતો, ભાજપના નિશાન સાથે પોતાનું વીઝીટીંગ કાર્ડ છપાવી દમ મારતો હતો. તેમજ પોતાની ઓળખ શ્રીરામ સેનાના અધ્યક્ષ તરીકે આપતો હતો. વડોદરામાં પણ તેની સામે અનેક ગુનાઓ દાખલ થયા છે ભરૂચ સાઈબર ક્રાઇમ પોલીસે તેને પકડી પાડતા હવે પૂછતાશમાં આગામી દિવસોમાં તેના વધુ કારનામા બહાર આવે તેવી શક્યતાઓ સામે આવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીઓની ભરમાર ચાલી રહી છે. પોલીસ એક નકલીને પકડી જેલમાં પૂરે છે ત્યાં તો બીજા નકલી સામે આવી જતા હોય છે. પરંતુ આ નકલીઓ પર કાયદેસરની કાર્યવાહી કરી જેલમાં પાંજરે પૂરવાની જરૂરત છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,987FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!