આજકાલની ફાસ્ટ લાઈફમાં પુરુષ-સ્ત્રીને ઘણાં બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ૫૫% ભારતીયો તેમની સેક્સ લાઇફથી સંતુષ્ટ નથી. સર્વે ટીમને જાણવામાં રસ હતો કે ભારતીયોના બેડરૂમના બંધ દરવાજા પાછળ શું થઈ રહ્યું છે, ઘણું બધું કે હજુ પણ કંઈ જ નથી? માયમ્યુઝ (પર્સનલ વેલનેસ બ્રાન્ડ) દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વે ‘લેડ ઇન ઇન્ડિયા 2025’એ દેશભરમાં આત્મીયતાની બદલાતી સ્થિતિ પર ચર્ચાઓને જન્મ આપ્યો છે.
સર્વેમાં 10,000 થી વધુ લોકોના મંતવ્યો લેવામાં આવ્યા છે. જેમાં ભારતીયોનો પ્રેમ, ઇચ્છાઓ અને સંબંધોને કેવી રીતે જોઈએ છીએ તેના વિશે કેટલાક ચોંકાવનારા સત્યો ઉજાગર કરે છે. સર્વે મુજબ, ૮૭% ભારતીયો હવે લગ્ન સુધી આત્મીયતાને મુલતવી રાખવાના પક્ષમાં નથી, જ્યારે લગભગ ૬૨% લોકોએ દિનચર્યામાંથી બહાર નીકળીને બેડરૂમમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ અહેવાલ એ પણ દર્શાવે છે કે જાતીય સ્વાસ્થ્ય ઉત્પાદનો પ્રત્યે જાગૃતિ અને સ્વીકૃતિ વધી રહી છે. સર્વેમાં સામેલ લગભગ અડધા લોકો કાં તો તેનો ઉપયોગ કરી રહ્યા છે અથવા તેનો પ્રયાસ કરવા માંગે છે.
૫૫% લોકો તેમના સેક્સ લાઇફથી અસંતુષ્ટ
સર્વેમાં સામેલ 87% લોકોએ કહ્યું કે ભાવનાત્મક જોડાણ તેમના માટે એક મહત્વપૂર્ણ પાસું છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે તે ફક્ત શારીરિક સંબંધો પૂરતું મર્યાદિત નથી, પરંતુ ઊંડા સંબંધો પર પણ આધાર રાખે છે. આ ફેરફારો છતાં, એક આંકડો ખાસ કરીને ધ્યાન ખેંચે છે. સર્વે રિપોર્ટ્સ દર્શાવે છે કે ૫૫% ભારતીયો વધુ સેક્સ ઈચ્છે છે. આ ૫૫% ભારતીયોમાં અસંતુષ્ટ સિંગલ, યુગલો અને પરિણીત લોકોનો સમાવેશ થાય છે.
પુરુષો કે સ્ત્રીઓ, કોણ વધુ અસંતુષ્ટ છે?
આ માહિતી એ માન્યતાને તોડી પાડે છે કે લગ્ન એ આત્મીયતાની સમસ્યાઓનો ઉકેલ છે. સર્વેમાં સામેલ ૫૯% પરિણીત લોકોએ સ્વીકાર્યું કે તેઓ હજુ પણ સંતોષકારક જાતીય જીવનનો અભાવ અનુભવે છે. રસપ્રદ વાત એ છે કે, સ્ત્રીઓએ પુરુષો કરતાં થોડો વધુ અસંતોષ વ્યક્ત કર્યો. 60% સ્ત્રીઓ અને 53% પુરુષો તેમના સેક્સ લાઇફથી સંતુષ્ટ નથી.
આ સર્વેક્ષણમાં ટિયર 1 મેટ્રો શહેરોથી લઈને ટિયર 3 નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. જે બાદ શહેરી અને ગ્રામીણ ભારતમાં આત્મીયતાની સ્થિતિ પર આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ 500 થી વધુ શહેરો અને નગરોને આવરી લે છે.