નિઝર પોલીસના જાપ્તામાં બેઠેલા આ આરોપીઓના નામ છે.. સુનિલ રમેશ પાડવી.. અનિલ રમેશ પાડવી અને વિલાસ વસ્તુપાલ વસાવા.. આ શખ્સોની પોલીસે એટલા માટે ધરપકડ કરી છે. કારણ કે આ ત્રણેય શખ્સોએ અનિલ ઉદેશિંગ પાડવી નામના યુવકની કરપીણ હત્યા કરી નાખી છે.. ઘાતકી હત્યાની જાણ થતાં નિઝર પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર શખ્સોને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો. અને હત્યારાઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે.
શા માટે કરી હત્યા ?
નિઝર તાલુકાના વેલદા ગામે એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક યુવકનું નામ અનિલ પાડવી હોવાનું સામે આવ્યું છે. આ યુવકની ભૂલ એટલી હતી કે, આ યુવકે એક યુવતીનું નામ અને નંબર માંગ્યો હતો. જેના લીધા યુવતીના પિતા અને અન્ય બે શખ્સોએ સાથે મળી અનિલ પાડવી નામના યુવકની ઘાતકી હત્યા કરી નાખી. આ ઘટનાની જાણ નિઝર પોલીસને થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. ઘટનાની ઝીણવટથી તપાસ કરતા હત્યા કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલમાં પૂરી દીધા છે.