હમાસ ઇઝરાયલના યુદ્ધના વિરામ વચ્ચે ઈઝરાયલથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઈઝરાયલના ડિફેન્સ ફોર્સિસના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હર્ઝી હાલેવીએ રાજીનામું આપવાની જાહેરાત કરતા ચારેકોર ચર્ચા થઈ રહી છે. તેઓ આગામી 6 માર્ચે પોતાનું પદ છોડી દેશે તેવું એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું. ઇઝરાયલી લશ્કરી વડાએ જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરના રોજ IDFની નિષ્ફળતાઓની જવાબદારી સ્વીકાર્યા બાદ રાજીનામું આપવાની જાહેરાત તેમણે કરી છે.
7 ઓક્ટોબરના હમાસ હુમલાની તપાસ પૂર્ણ કરશે અને ભવિષ્યના પડકારો માટે IDFને તૈયાર કરશે. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અનુસાર, IDF ચીફે તેમના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, ‘છેલ્લા ચાર દાયકાથી, ઇઝરાયલનું રક્ષણ કરવાનું મિશન મારા જીવનની પ્રેરણા રહ્યું છે. એક સૈનિક અને યુવાન કમાન્ડર તરીકેના મારા શરૂઆતના દિવસોથી લઈને ચીફ ઓફ સ્ટાફ તરીકેની મારી ભૂમિકા સુધી, મને IDFનો ભાગ બનવાનો ગર્વ છે.
7 ઓક્ટોબરના મિશનમાં નિષ્ફળતા મળી
૭ ઓક્ટોબરની સવારે, મારા કમાન્ડ હેઠળ, IDF, ઇઝરાયેલી નાગરિકોનું રક્ષણ કરવાના તેના મિશનમાં નિષ્ફળ ગયું. ઇઝરાયલી લોકોએ જીવ ગુમાવવા, બંધક બનાવવા અને શારીરિક અને ભાવનાત્મક ઇજાઓના રૂપમાં ભારે અને પીડાદાયક કિંમત ચૂકવી પડી ઘણા લોકોના હિંમતવાન પગલાંઓ આ મોટી આફતને રોકવા માટે પૂરતા ન હતા. આ ભયંકર નિષ્ફળતાની જવાબદારી દરરોજ અને દરેક કલાકે મારી છે. ૭ ઓક્ટોબરના રોજ IDF ચીફની નિષ્ફળતા માટે મારી જવાબદારી સ્વીકારીને, અને એવા સમયે જ્યારે IDF એ અસાધારણ સિદ્ધિઓ નોંધાવી છે અને ઇઝરાયલની નિરોધકતા અને શક્તિને પુનઃસ્થાપિત કરી છે. IDF તમામ યુદ્ધક્ષેત્રો પર પ્રભુત્વ ધરાવે છે અને બંધકોને પરત કરવાનો બીજો કરાર ચાલી રહ્યો છે, સમય આવી ગયો છે. ઇઝરાયલ અને હમાસે રવિવારે યુદ્ધવિરામ કરારનો અમલ શરૂ કર્યો જેમાં બંધકો અને કેદીઓના વિનિમયનો સમાવેશ થાય છે.
ઈઝરાયલ-હમાસનો યુદ્ધનો વિરામ
ઇઝરાયલના વિપક્ષી નેતા યાયર લેપિડે પણ મંગળવારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમની સરકારના રાજીનામાની માંગ કરી. લેપિડે કહ્યું કે તેઓ લશ્કરી વડા હર્ઝી હાલેવીને રાજીનામું આપવા બદલ સલામ કરે છે અને ઉમેરે છે “હવે, તેમના માટે જવાબદારી લેવાનો અને રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. હમાસે 7 ઓક્ટોબર 2023 ના રોજ ઇઝરાયલ પર હુમલો કર્યો અને લગભગ 1200 લોકોને મારી નાખ્યા અને 251 લોકોને બંધક બનાવ્યા. આ પછી, ઇઝરાયલે ગાઝામાં હુમલા શરૂ કર્યા જેમાં ઓછામાં ઓછા 47,035 પેલેસ્ટિનિયન માર્યા ગયા અને 111,091 ઘાયલ થયા.