આજકાલ મહાકુંભમાં વાદળી આંખોવાળી મોનાલિસા નામની માળા વેચનારી છોકરી ઇન્ટરનેટ પર ખૂબજ વાયરલ થઈ રહી છે. તે એક રાતમાં સોશિયલ મીડિયાની નવી સ્ટાર બની ગઈ છે. પણ અચાનક એવું શું થયું કે તેને મહાકુંભ છોડવો પડ્યો? આ સમગ્ર ઘટના પાછળનું સત્ય અમે આજે આપને જણાવીશું. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભના સાધુઓ, સંતો, અઘોરી બાબાઓ અને સન્યાસિનીઓ પછી, હવે માળા વેચતી ‘સૌથી સુંદર’ છોકરી ચર્ચામાં આવી હતી. આ છોકરીને સોશિયલ મીડિયા પર ઘણી સર્ચ કરવામાં આવી રહી છે. માળા વેચતી છોકરીને આટલી બધી સર્ચ કરવાનું તેની ‘સુંદર’ આંખો છે.

સુંદર આખો, ભૂરા વાળનો કમાલ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી છોકરી મધ્યપ્રદેશના ઇન્દોરની રહેવાસી છે, અને આ છોકરીનું નામ મોનાલિસા હોવાનું સામે આવ્યું છે. વાદળી આંખો, ભૂરા વાળ અને ઘેરા રંગવાળી આ છોકરીને જેણે પણ જોઈ, તે ફક્ત તેને જોતો જ રહ્યા. માળા વેચતી છોકરીની સુંદરતાથી બધા લોકો દિવાના થઈ ગયા છે. લોકો આ છોકરી સાથે સેલ્ફી લેવા માટે ઉત્સુક બની રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક લોકોએ છોકરી સાથે ચેટ કરતા પોતાના વીડિયો પણ બનાવીને પોતાના ટ્વિટર પર શેર કર્યાં છે.
માળા વેચતી છોકરી સોશ્યિલ મીડિયામાં ફેમસ
મહાકુંભ દરમિયાન કરોડો લોકો ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે. અહીં ફક્ત દેશ જ નહીં પણ વિદેશથી પણ લોકો આ કુંભમેળામાં આવી રહ્યા છે. આટલી મોટી ભીડને કારણે, ફેરિયાઓનો વ્યવસાય ખૂબ જ સારો ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો અહીં પૈસા કમાવવા માટે પહોંચી રહ્યા છે.
મોનાલિસા સાથે સેલ્ફી લેવા લોકોની પડાપડી
મહાકુંભમાં માળા વેચનારી મોનાલિસા સાથે લોકો સેલ્ફી લેવા પડાપડી કરી રહ્યા છે. આ મુદ્દે મોનાલિસાએ જણાવ્યું કે તે 16 વર્ષની છે. માળા વેચવા અંગે મોનાલિસા કહે છે કે સંતો અને ઋષિઓ ખાસ કરીને માળા ખરીદે છે અને યોગ્ય કિંમત ચૂકવે છે. આ સિવાય લગ્નના પ્રશ્ન પર મોનાલિસા કહે છે કે મારા માતા-પિતા જ્યાં ઈચ્છશે ત્યાં હું લગ્ન કરી લઈશે.