ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરની મેચ ક્યારેય પણ ન હારવાની લડાઈની શૈલીને તેમની ટીમ T20 ક્રિકેટમાં પણ અપનાવી રહી છે. અને તેનું ઉદાહરણ ચેન્નાઈમાં જોવા મળ્યું હતું. જ્યાં યુવા બેટ્સમેન તિલક વર્માએ એકલા હાથે ઈંગ્લેન્ડ સામેની મેચને પલટાવી નાખી હતી. ટી20 શ્રેણીની આ બીજી મેચમાં, ટીમ ઈન્ડિયાએ તિલક વર્માની જબરદસ્ત ઇનિંગ્સના આધારે ઇંગ્લેન્ડને રોમાંચક મેચમાં 2 વિકેટથી હરાવ્યું.
ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 165 રન બનાવ્યા હતા, જે ટીમ ઇન્ડિયાએ તિલકની આક્રમક 72 રનની ઇનિંગ્સના આધારે 20મી ઓવરમાં ગેમ જીતી લીધી હતી. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાયેલી એકતરફી મેચથી વિપરીત, ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં એક ભીષણ અથડામણ થઈ હતી. ભારતીય સ્પિનરોએ પ્રથમ બોલિંગ કરતી વખતે ઈંગ્લેન્ડના બેટ્સમેનોને નિયંત્રણમાં રાખ્યા હતા, પરંતુ ઈંગ્લેન્ડે પોતાના પેસ આક્રમણથી ટીમ ઈન્ડિયાને બેકફૂટ પર ધકેલી દીધી હતી. અને છેલ્લી ઓવર સુધી મેચ ખેંચી લીધી હતી. પરંતુ તિલક વર્મા અને તેમના નંબર 10 બેટ્સમેન રવિ બિશ્નોઈએ હાર ન માની અને 14 બોલમાં 20 રનની અણનમ ભાગીદારી કરીને 166 રનના લક્ષ્યને પ્રાપ્ત કર્યો અને ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો હતો.
અર્શદીપે પહેલી ઓવરમાં ફિલ સોલ્ટ સ્ટેડિયમ ભેગો કર્યો હતો
અર્શદીપ સિંહેએ પહેલી ઓવરમાં સતત બીજી વખત ફિલ સોલ્ટને આઉટ કર્યો હતો. અને બેન ડકેટ, હેરી બ્રુક અને લિયામ લિવિંગસ્ટોન પણ ખાસ કંઈ કરી શક્યા નહીં અને આઉટ થઈ ગયા. ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર સતત બીજી મેચમાં ટીમ માટે સૌથી સફળ બેટ્સમેન સાબિત થયા, પરંતુ આ વખતે તે અડધી સદી ચૂકી ગયો. આ ચારેયને વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરની સ્પિન ત્રિપુટીએ પેવેલિયન પાછા મોકલી દીધા. અંતે, જેમી સ્મિથ અને બ્રાયડન કાર્સે કેટલાક મોટા શોટ ફટકારીને ઇંગ્લેન્ડને મેચ લાયક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.