દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપોની માથાકૂટ દિવસેને દિવસે તીવ્ર બનતી જોવા મળી રહી છે. આ બધાં વચ્ચે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો છે. “ભાજપે હરિયાણા અને ઉત્તર પ્રદેશથી દિલ્હી આવતા પાણી પુરવઠાના પાણીમાં ઝેર ભેળવી દીધું છે. અમારા ઇજનેરોએ ઝેરી પાણી શોધીને દિલ્હીના લોકોને “સામૂહિક નરસંહાર”થી બચાવ્યા છે તેવું નિવેદન આપતા ચારોકર હાહાકાર મચી ગયો છે.
કેજરીવાલના ભાજપ પર ગંભીર આરોપ
એક મીટિંગમાં મીડિયાને સંબોધન કરતા અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપની કાર્યવાહી દુશ્મન દેશો જેવી છે, જેનો ઉદ્દેશ્ય દિલ્હીના લોકોને મારવાનો છે. ભાજપ ચૂંટણીમાં નાગરિકોને ભાજપને ટેકો ન આપવા વિનંતી કરી. મહત્વું છે કે, દિલ્હીના પાણી પુરવઠાનું સંચાલન દિલ્હી જળ બોર્ડ દ્વારા કરવામાં આવે છે, જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, બૂસ્ટર પમ્પિંગ સ્ટેશનો અને વિતરણ પ્રણાલીઓના કાર્યક્ષમ નેટવર્ક દ્વારા પ્રતિ વ્યક્તિ દરરોજ સરેરાશ 50 ગેલન ફિલ્ટર કરેલા પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે.
આપ પાર્ટીએ આપી 15 ગેરંટી
વિધાનસભાની દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. જેમાં જણાવ્યા અનુસાર જો AAP પાર્ટી ફરીથી દિલ્લીમાં સરકાર બનાવે છે તો દિલ્હીના લોકોને 15 ગેરંટી આપવામાં આવશે. જેમાં આગામી 5 વર્ષમાં પૂર્ણ કરવાનું વચન આપ્યું છે. દિલ્હીના ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે આ સમય દરમિયાન સ્વીકાર્યું વર્ષ 2020માં આપેલા ત્રણ વચનો પૂરા કર્યા નથી.
AAPનો મેનિફેસ્ટો જાહેર કરતી વખતે, અરવિંદ કેજરીવાલે તે 3 બાબતોને પોતાના સપના ગણાવ્યા. તેમણે એ પણ વચન આપ્યું કે તેઓ આગામી 5 વર્ષમાં ચોક્કસપણે તેને પૂર્ણ કરશે. કેજરીવાલે 2020માં આપેલા વચનો પૂર્ણ ન કરતા જેની ચર્ચા પણ અત્યારે થઈ રહી છે કે આપ પાર્ટીએ આપેલા વચનો ક્યારે પૂર્ણ કરશે ?