કોઈપણ રસોઈ બનાવામાં આવે જેમાં મીઠું નાખવું જરૂરી બનતું હોય છે. મીઠા વગરનો ખોરાક ખાવામાં પણ મજા ન આવે ભારતની વાત કરીએ તો ભારતમાં સામાન્ય મીઠું ૧૦ રૂપિયાથી ૩૦ રૂપિયા પ્રતિ કિલો સુધી મળતું હોય છે. પરંતુ આજે તમને એક એવા મીઠા વિશે જણાવીશું જેની કિંમત હજારો રૂપિયા છે. મીઠા વગર ખોરાકની કલ્પના પણ કરી શકાતી નથી. કારણ કે મીઠું ખોરાકનો સ્વાદ વધારે છે. ખોરાક ગમે તેટલો સારો બનાવવામાં આવે, જો તેમાં મીઠું ન હોય તો, ખોરાકનો સ્વાદ ખરાબ જ લાગશે. ભારતમાં ઘણા પ્રકારના મીઠા જોવા મળે છે. જેમાં મુખ્ય આયોડાઇઝ્ડ મીઠું, સિંધવ મીઠું અને કાળું મીઠું છે. ઘરોમાં આયોડાઇઝ્ડ મીઠાનો સૌથી વધુ ઉપયોગ થાય છે.
સૌથી મોંઘું મીઠું છે કોરિયન મીઠું
આપને આજે સૌથી મોઘા મીઠા વિશે માહિતી આપીશું જેની કિંમત હજારો રૂપિયા છે. આજે અમે તમને સૌથી મોંઘા મીઠા વિશે જણાવી રહ્યા છીએ, જે કોરિયન મીઠું છે. તે ખાસ રીતે અને ખાસ ઘટકો સાથે બનાવવામાં આવે છે, જેના કારણે તેની કિંમત પણ વધારે છે. કોરિયન વાંસમાંથી બનાવવામાં આવે છે. તેને કોરિયન વાંસ મીઠું, જાંબલી વાંસ મીઠું અથવા જુગ્યોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બજારમાં 250 ગ્રામ માટે 7500 રૂપિયામાં ઉપલબ્ધ છે.
કોરિયન મીઠું કેવી રીતે બને છે ?
આપને જણાવી દઈએ કે કોરિયનો પ્રાચીન સમયથી રસોઈ અને પરંપરાગત દવા માટે વાંસના મીઠાનો ઉપયોગ કરતા આવ્યા છે. આ મીઠું વાંસની અંદર સામાન્ય દરિયાઈ મીઠું મૂકીને અને તેને ઊંચા તાપમાને શેકીને બનાવવામાં આવે છે. તેને એમિથિસ્ટ વાંસ કહેવામાં આવે છે. તે કોરિયામાં બનેલ છે. તેને બનાવવામાં ઘણો સમય અને મહેનત પણ લાગે છે.
મીઠું બનાવા લાગે છે ૫૦ દિવસ
કોરિયન મીઠું બનાવવામાં માટે ૫૦ દિવસનો સમય લાગે છે. વાસ્તવમાં, મીઠાથી ભરેલી વાંસની નળીને ઊંચા તાપમાને ઘણી ગરમ કરવામાં આવે છે, જેના કારણે વાંસના ગુણધર્મો મીઠામાં શોષાઈ જાય છે. તેને ૮૦૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને ઓછામાં ઓછા નવ વખત રાંધવામાં આવે છે. આ જ કારણ છે કે આ મીઠાની કિંમત હજારો રૂપિયા છે.