તાપી જિલ્લા એસ.પી દ્વારા તાપી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ અને શરીર-મિલકત સબંધિત ગુનાઓ ડીટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અને માર્ગદર્શન મુજબ કે.જી લીંબાચીયા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ઓ.જીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાનાં પોલીસ ઈન્સ્પેક્ટર એન.પી ગરાસીયા, થતા હેડ કોન્સ્ટેબલ શરદ સુરજી, હેડ કોન્સ્ટેબલ કૃષ્ણા, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર યાદવરાવ, પોલીસ કોન્સ્ટેબલ વિપુલના નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર યાદવરાવ અને હેડ કોન્સ્ટેબલ કમલેશને ખાનગી રાહે બાતમી મળતા ભાવિન પુજાલાલ પટેલ રહેઠાણ વેલદાગામના ચૌધરી ફળિયામાં રહે છે. અને તેઓ પોતાના ખેતરમાં એક ટ્રેક્ટર દ્વારા લાયસન્સ વગર ગેરકાયદે રીતે બ્લાસ્ટીંગ કરી કુવાનું ખોદકામ કરી રહ્યા છે. તેવી બાતમી મળતા બાતમી વાળી જગ્યા પર તપાસ કરતા કુવામાં બ્લાસ્ટીંગ કરી દેવામાં આવ્યું હતું.
તેમની સાથે ચાર ઈમસ એટલે કે, ભાવિન પુજાલાલ પટેલ,રામચંદ્ર નંદાજી ભીલ, જમનાલાલ સોહનલાલ જાટ અને ધનરામ લાદુકીરને ઘટના સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી 7 નંગ ઝીલેટીન સ્ટીક સ્ફોટક પદાર્થ, બ્લાસ્ટમાં ઉપયોગમાં લીધેલા લાલ કલરનો કેબલ વાયર, બ્લાસ્ટમાં ઉપયોગમાં લીધેલા કાળા કલરનો કેબલ વાયર એક ઈલેકટ્રીક કરંટ માટેની લાડડાનો બોક્ષમાં મુકેલી બેટરી તેમજ, એક ટ્રેક્ટર અને એક લાવા કંપનનો ડબલ સીમવાળો મોબાઈલ કબ્જે કરી પકડાયેલા શખ્સો વિરુદ્ધ B.N.S કલમ 288, તથા સ્ફોટક પદાર્થ અધિનિયમ 1908ની કલમ 4,5,6, તથા સ્ફોટક અધિનિયમ 1884ની કલમ 5,9,(1) બી 12 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે.
કામગીરી કરનાર પોલીસકર્મીઓ:-
પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી. લીંબાચીયા એસ.ઓ.જી
પોલીસ ઈન્સ્પેક્ટર એન.પી ગરાસીયા
હેડ કોન્સ્ટેબલ શરદ સુરજી
હેડ કોન્સ્ટેબલ કમલેશ કૃષ્ણા
હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર યાદવરાવ
પોલીસ કોન્સ્ટેબલ વિપુલ રામણ
નામના પોલીસ કર્મચારીઓએ ઉપર મુજબના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પકડાયેલા શખ્સો અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કેમ તે દિશમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.