દેશના કાયદા ગમે તેટલા કડક કેમ ના હોય પણ કેટલાક શખ્સો એટલા નિષ્ઠૂર હોય છે કે એમને પોલીસ કે કાયદાનો કોઈ ડર જ રહેતો નથી. પોલીસ દ્વારા ગમે તેટલી કાર્યવાહી કેમ ન કરવામાં આવે પરંતુ આ પાપીઓ સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા. આ બધાં વચ્ચે પોરબંદર પોલીસે કુખ્યાત તરીકે છબી ધરાવતા રાજુ રાણા સહિત ત્રણ આરોપીઓના વરઘોડો કાઢ્યો હતો. આ ભેજાબાજ શખ્સઓએ બે દિવસ અગાઉ એક યુવકનું અપહરણ કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ બનાવ મુદ્દે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપીઓને ઝડપી પાડી જેલમાં પૂરૂી દીધા અને ત્યાર બાદ કાયદીય રીતે મસાલો ચખાડી ત્રણ આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો.
આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન
ત્રણેય આરોપીઓમાંથી એક આરોપી રાજુ રાણાનું પોલીસે બીજીવાર સરઘસ કાઢ્યું છે. કારણ કે આ શખ્સે એક જ મહિનામાં બે જેટલા ગુનાઓને અંજામ આપ્યો હતો. થોડા દિવસ પહેલા શહેરના લીમડી ચોક વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. ત્યાર બાદ યુવકનું અપહરણ કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ભેજાબાજ શખ્સો ભર બજારે ગાડી ઉભી રાખી શહેરમાં હોબાળો માચાવ્યો હતો જેના કારણે લોકોમાં ડરનો માહોલ હતો.
જાહેરમાં દાદાગીરી ભારે પડી
પોરબંદર શહેરના ઉદ્યોગનગર પોલીસે ત્રણેયની ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. જાહેરમાં દાદાગીરી કરનારા લોકોમાં પોલીસ કાર્યવાહીથી ફફડાટ મચી ગયો છે. કારણ કે કેટલાક લુખ્ખાઓ પોતાને દાદા સમજી શહેરમાં આતંક મચાવતા હોય છે. પરંતુ જ્યારે પોલીસ કાર્યવાહી કરે છે ત્યારે બિલાડીની જેમ ડબ્બામાં આવી જતા હોય છે. હાલ તો પોલીસે આ શખ્સને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે. પરંતુ અન્ય પણ ગુનામાં સંડોવાયેલા શખ્સો પર આગામી સમયમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.