બુધવારનો દિવસ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ માટે જ નહીં પણ અન્ય દેશમાં વસતા ભારતીય માટે પણ અમંગળ સાબિત થયો હતો. કારણ કે સાઉદી અરેબિયાના પશ્ચિમી ક્ષેત્રમાં જીઝાન નજીક માર્ગ અકસ્માત થતા 9 ભારતીયોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જેદ્દાહ સ્થિત ભારતીય કોન્સ્યુલેટે માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને ઈજાગ્રસ્ત પરિવારોને સંપૂર્ણ સહાયની ખાતરી આપી છે. સાથે જ સ્થાનિક અધિકારીઓ પીડિતોના સંપર્કમાં હોવાની માહિતી આપી હતી. જેદ્દાહ સ્થિત ભારતીય કોન્સ્યુલેટે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, અકસ્મતાની ઘટનામાં ઈજાગ્રસ્તને ઝડપથી સ્વસ્થ્ય સગવડ મળી રહે તેના માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ ઉપરાંત વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર પર શરૂ કરવામાં આવ્યો છે.
હેલ્પલાઈન નંબર
8002440003(Toll free)
0122614093
0126614276
0556122301(WhatsApp)
અકસ્માત મુદ્દે વિદેશમંત્રીનું નિવેદન
આ અકસ્માતની ઘટના મુદ્દે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટ સાથે વાત કરી છે અને ત્યાંના અધિકારીઓ પીડિતોના પરિવારો સાથે સતત સંપર્કમાં છે. સાથે જ ભારતીય લોકોની હેલ્પ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
‘ભારતીય રાજદૂત પીડિત પરિવારોના સંપર્કમાં ‘
વિદેશ મંત્રી એસ જયશંકરે માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર લખ્યું, “આ અકસ્માત અને જાનહાનિ વિશે જાણીને દુઃખ થયું. જેદ્દાહમાં અમારા કોન્સ્યુલ જનરલ સાથે વાત કરી જેઓ પરિવારોના સંપર્કમાં છે. તેઓ આ દુ:ખદ પરિસ્થિતિમાં પોતાનો સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. આ સાથે જ ભારતીય વિદેશી સચિવ સહિતના અધિકારીઓ આ ઘટના પર નજર રાખી રહ્યા છે.