ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મંગળવારે રાત્રે નાસભાગ મચી જતા 30 જેટલા લોકોના મોત થયા હતા. જ્યારે 50થી વધારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તમામને સારવાર માટે ખસેડાયા હતા. મૌની અમાસ હોવાથી મહાકુંભના સંગમ ઘાટ પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. જેમાં નાસભાગ મચી જતા કેટલાક શ્રદ્ધાળું આરામ કરી રહ્યા હતા તેમના પરથી લોકો દોડીને નીકળી જતા 30થી વધારે લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ પર સ્થાનિક તંત્ર દ્વારા શ્રદ્ધાળુંને કોઈ તકલીફ ન પડે તે માટે વ્યસ્થા કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ લાખો લોકો ઘાટ પર હોવાથી અનેક લોકો ખોવાય ગયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે.

મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુને હાર્ટ એટેક આવ્યો
તો આ બધાં વચ્ચે ગઈકાલે મહેસાણાના શ્રદ્ધાળુને મહાકુંભમમાં હાર્ટ એટેક આવતા મોત થયું હોવાની માહિતી સામે આવી રહી છે. મૃતકને સંગમ સ્થાન તરફ જતા હાર્ટ એટેક આવતા મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. મૃતક અમદાવાદથી મિત્રો સાથે બસમાં બેસીને મહાકુંભમાં ગયો હતો. મૃતક મહેસાણાના કડા ગામના વતની હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મહેશ પટેલના મૃત્યુની પૃષ્ટિ કરવામાં આવી છે.જો કે UP સરકાર દ્વારા સત્તાવાર યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
લોકોની મદદે આવી ભગવા સેના
નાસભાગની ઘટના બાદ ગુજરાતના યાત્રિકોની મદદે ભગવા સેના સામે આવી છે. મહાકુંભમાં જતા ગુજરાતીઓ માટે 74349 57575 ઈમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર ભગવા સેનાના અધ્યક્ષ દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યો છે. ઈમરજન્સીમાં નંબર દ્વારા સંપર્ક કરવા શ્રદ્ધળુઓને અપીલ કરવામાં આવી છે.
ભારે ભીડને કારણે શ્રદ્ધાળુઓને હાલાકી

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ભારે ભીડ ઉમડી પડતા લોકોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવી રહ્યો છે. મહાકુંભના મેળાના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ભૂખ્યા-તરસ્યા અનેક યાત્રાળુઓ અટવાઈ પડ્યા હોવાની માહિતી મળી રહી છે. લોકોને પાંચ-પાંચ કલાક સુધી નથી મળી રહ્યો કુંભમેળામાં પ્રવેશ..
પ્રયાગરાજની સરહદે પણ લાખો શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની માહિતી સામે આવી છે. મહાકુંભમાંથી કેટલાક કિલોમીટર આવેલા કેટલાક સ્થળો છે. જેમ કે, રાયબરેલી, પ્રતાપગઢ, જૌનપુર, વારાણસી, કૌશાંબી, ભદોહી જેવા વિસ્તારમાં લોકો અટવાય રહ્યા છે. કારણ કે મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોવાથી અત્યારે એન્ટ્રી આપવામાં આવી નથી.