પ્રયાગરાજના મહાકુંભ મેળામાં 27 વર્ષથી ગુમ થયેલા પરિવારનો સભ્ય મળી ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરિવારનો દાવો છે કે, ગંગાસાગર યાદવ 1998માં પટનાથી અચાનક ગુમ થયો હતો. ગુમ થયેલો યુવક અત્યારે તો ‘અઘોરી’ સાધુ તરીકે જીવન જીવી રહ્યો છે. અને ‘બાબા રાજકુમાર’ તરીકે ઓળખાય છે. પરિવારનો દાવો છે કે એક સંબંધીએ કુંભ મેળામાં એક સાધુને જોઈને તેમની તસવીર પરિવારને મોકલી, જે બાદ પરિવારે તરત જ પ્રયાગરાજ પહોંચી ગયો હતો અને પરિવારનો સભ્ય હોવાનું જણાવ્યું છે જો કે, બાબા રાજકુમારે આ વાતને નકારી કાઢી છે. પરંતુ પરિવાર તેમના શરીર પરના નિશાનના આધારે દાવો કરી રહ્યો છે.
યુવક 1998માં ગુમ થયો હતો
પરિવારનું કહેવું છે કે 1998માં ગુમ થયેલા ગંગાસાગર યાદવ હવે ‘અઘોરી’ સાધુ બની ગયો છે, તેમની ઉંમર 65 વર્ષ છે. 1998માં પટના ગયા પછી ગંગાસાગર અચાનક ગુમ થઈ ગયો હતો અને તેમના કોઈ સમાચાર મળ્યા નહીં. તેમની પત્ની ધનવા દેવીએ એકલા હાથે તેમના બે પુત્રો, કમલેશ અને વિમલેશનો ઉછેર કર્યો હતો. ગંગાસાગરના નાના ભાઈ મુરલી યાદવે કહ્યું, ‘અમે અમારા ભાઈને શોધવાની આશા છોડી દીધી હતી.
સાધુ બની ગયેલા યુવકે પરિવારની વાત નકારી
પરિવારનો દાવો છતાં ગંગાસાગર યાદવ (બાબા રાજકુમાર) તરીકે ઓળખતા તેમને આ વાત નકારી કાઢી છે. પરંતુ સાધુએ તેમની જૂની ઓળખનો સંપૂર્ણપણે ઇનકાર કર્યો હતો. બાબા રાજકુમારે પોતાને વારાણસીના સંત ગણાવ્યા અને કહ્યું કે તેમનો ગંગાસાગર સાથે કોઈ સંબંધ નથી. તેમની સાથે હાજર એક સાધ્વીએ પણ આ વાતને સમર્થન આપ્યું. જોકે, પરિવારે તેમના શરીર પર હાજર કેટલાક ખાસ ઓળખ ચિહ્નોના આધારે દાવો કર્યો હતો કે તે ગંગાસાગર હતો. પોતાના લાંબા દાંત, કપાળ પર ઈજાના નિશાન અને ઘૂંટણ પર જૂનો ઘા બતાવતા તેણે કહ્યું કે આ એ જ વ્યક્તિ છે. પરિવારે આ મામલે કુંભ મેળા પોલીસની મદદ માંગી છે.
પરિવારે DNA ટેસ્ટ કરાવવાની કરી માંગ
પરિવારનો ભાઈ મુરલી યાદવે કહે છે કે, ‘આપણે કુંભ મેળો પૂરો થાય ત્યાં સુધી રાહ જોઈશું.’ જો જરૂર પડશે તો અમે ડીએનએ ટેસ્ટ કરાવીશું અને સત્ય બહાર લાવીશું. જો પરીક્ષણમાં અમારો દાવો ખોટો સાબિત થશે તો અમે બાબા રાજકુમારની માફી માંગીશું. હાલમાં, પરિવારના કેટલાક સભ્યો ઘરે પરત ફર્યા છે, પરંતુ કેટલાક હજુ પણ કુંભ મેળામાં હાજર છે અને બાબા રાજકુમાર પર નજર રાખી રહ્યા છે.