હવે ગુજરાત પણ મણિપુર બનવા જઈ રહ્યું છે કે, કારણ કે દાહોદના સંજેલી તાલુકામાં જે ઘટના બની છે તે ઘટનાઓ ગુજરાત મોડેલને ઝીરો સાબિત કરી દીધું છે. કારણ કે અંહી 35 વર્ષની મહિલાને ટોળાએ માર મારી ખરાબ રીતે અત્યાચાર ગુજાર્યો છે. સાથે જ ટોળાએ મહિલાને અર્ધનગ્ન કરી માર મારી ગાડી સાથે બાંધીને સમગ્ર ગામમાં દોડાવી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. સોશ્યિલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો 27 જાન્યુઆરીની હોવાની પુષ્ટી સામે આવી છે. અર્ધનગ્ન હાલતમાં મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ જ DySPને પોલીસની ટીમ ગામમાં પહોંચી ગઈ હતી અને સાસરિયાના ઘરેથી મહિલાને પોલીસે મુક્ત કરાવી હતી.
ઘટનાના આરોપીઓની ધરપકડ:-
મહિલાને અર્ધનગ્ન કરી ગામમાં દોડનાર પાપી શેતાનોને પોલીસે ધરપકડ કરી લીધી છે. તેમાં 4 મહિલા, 4 પુરુષ અને 4 સગીરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ એક સગીર સહિત 3 આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે. શરમજનક ઘટના બાદ પોલીસે તાત્કાલિક ગામમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું. મહિલાને અર્ધનગ્ન કરવી,અપહરણ, ગોંધી રાખવા, માર મારવા સહિતની કલમો દાખલ કરી ઘટના સાથે જોડાયેલા તમામને બરાબર સજા મળે તેવી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ઘટના અંગે ચૈતર વસાવાનું નિવેદન:-
શરમજનક ઘટના મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ ટીકા કરી છે અને સમગ્ર ઘટનાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા અપીલ કરી છે. તેમજ આ કૃત્યુ કરનાર આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ કરી છે. તેમજ ગામમાં કોઈએ અટકાવ્યા કેમ નહીં તેને લઈને પણ અનેક સવાલો ઉઠાવ્યા છે.
ઘટના અંગે ઈસુદાન ગઢવીનું નિવેદન:-
આ ઘટના અંગે આપ નેતા ઈસુદાન ગઢવીએ પણ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાતમાં પણ મણીપુર જેવી ઘટનાઓ બની રહી છે. સરકાર સામે ઈસુદાન ગઢવીએ સવાલો ઉઠાવ્યા કહ્યું CM અને ગૃહરાજ્યપ્રધાન રાજીનામું આપે તેવી ઈસુદન ગઢવીએ માગ કરી છે. આ શરમજનક ઘટના પરથી લાગે છે કે, ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કેમ દિવસેને દિવસે કથળી રહી છે. કેમ લોકોને પોલીસ અને કાયદોનો ડર રહ્યો નથી. એક મહિલાને કેમ રસ્તો બર અર્ધનગ્ન કરી દોડાવામાં આવી રહી છે.