રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સમાન્ય,મધ્યસત્ર અને પેટા ચૂંટણીનું મતદાન 16 ફેબ્રુઆરીના દિવસે યોજાશે. રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જેમાં ભાજપ દ્વારા વિવિધ જિલ્લાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકા સહિત તાલુકા પંચાયતમાં ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી નક્કી થયેલ ઉમેદવારોના નામો નીચે આપવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી – 2025 અંતર્ગત તાપી જિલ્લાની નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતોની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને ભવ્ય વિજયની હાર્દિક શુભકામનાઓ.