ગુજરાતમાં વધુ એક યુનિવર્સિટીની ભરતીમાં કૌભાંડ થયા હોવાના આરોપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યાં છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહએ આક્ષેપો કરતા કહ્યું છે કે, વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન બી.આર.એસ કોલેજમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. સિનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષામાં ગેરરીતિનો આરોપ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે.
જયદીપ પરમાર નામના ઉમેદવારે 210માંથી 210 માર્ક્સ પરીક્ષામાં મેળવ્યાં હતા. પરીક્ષાના પ્રશ્નપત્રમાં ઘણી બધી ભૂલો હોવા છતાં 210 માર્ક્સ કેવી રીતે આવ્યા તેને લઈ અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ધરમપુરના પૂર્વ કાઉન્સિલના પુત્ર છે જયદીપસિંહ પરમારે પરીક્ષામાં ભષ્ટ્રાચાર કરી નોકરી મેળવી હોવાની આરોપ કરવામાં આવ્યા.
યુવરાજસિંહેએ વધુમાં કહ્યું કે, ‘અમારી ટીમ દ્વારા ભરતીને લઈને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, બેઠક ક્રમાંક S-0041ના ઉમેદવારને આન્સર કી પ્રમાણે 210માંથી 210 માર્ક મળ્યા હતા. આ ઉમેદવાર પૂર્વ કૉર્પોરેટર રાજેન્દ્રસિંહ પરમારનો પુત્ર જયદીપસિંહ હતો. આ ઉમેદવારે જાહેર કરાયેલી આન્સર કી પ્રમાણે જ જવાબો આપેલા છે. જો કે, આન્સર કીમાં અમુક પ્રશ્નો-વિકલ્પમાં ભુલ છે.
અમુક પ્રશ્નોમાં ધોરણ 6થી 8 ના પાઠ્યપુસ્તકમાંથી પૂછાય તે સરળ હોવા છતાં આન્સર કીમાં તેના જવાબો ખોટા છે. જ્યારે આ ઉમેદવારનો જવાબ આન્સર કી પ્રમાણેનો જ હતો. આ તે કેવો સંયોગ? આમ જોતાં એવું લાગે છે કે જયદીપસિંહ જ જાણે પેપરસેટર કે આન્સર કી સેટર હોય.’