દિલ્લીમાં જેમ જેમ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.. તેમ તેમ આમ આદમી પાર્ટીમાં રાજીનામાનો દોર ચાલી યથાવત રહ્યો છે. શુક્રવારના રોજ એક જ દિવસમાં પાર્ટીના સાત ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. વિધાનસભા ચૂંટણીમાં મતદાનના પાંચ દિવસ પહેલા ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત કુમાર, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ, કસ્તુરબાનગરના ધારાસભ્ય મદન લાલ, પાલમના ધારાસભ્ય ભાવના ગૌર અને જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિએ AAPને અલવિદા કહેતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે.
રાજીનામા આપનાર ધારાસભ્યોના નામ
ભાવના ગૌર, પાલમ
નરેશ યાદવ, મહેરૌલી
રાજેશ ઋષિ, જનકપુરી
મદન લાલ, કસ્તુરબા નગર
રોહિત મહેરૌલીયા, ત્રિલોકપુરી
બીએસ જૂન, બિઝવાસન
પવન શર્મા, આદર્શ નગર
રોહિત કુમારે પોતાના રાજીનામા પત્રમાં અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું, “તમારી વાત પર વિશ્વાસ કરીને, મારા સમુદાયે તમને એકતરફી સમર્થન આપ્યું, જેના આધારે દિલ્હીમાં ત્રણ વખત આમ આદમી પાર્ટીની સરકાર બની. તેમ છતાં ન તો કોન્ટ્રાક્ટ પધ્ધતિ બંધ થઈ કે ન તો 20-20 વર્ષથી કાચા કામ પર કામ કરતા લોકોને કાયમી નોકરી આપવામાં આવી. મારા સમાજનો રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.