25 C
Ahmedabad
Wednesday, February 12, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

મુખ્ય શિક્ષકની નિમણૂકને લઈને સાગબારા તાલુકાની પાંચપિપરી પ્રાથમિક શાળામાં થયો વિવાદ


નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની પાંચપિપરી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની નિમણૂકને લઈને ભારે વિવાદ સર્જાયો છે. તાજેતરમાં આંતરિક બદલી દ્વારા આવેલી મુખ્ય શિક્ષિકા પાસેથી ચાર્જ પાછો લઈ, અગાઉ મુખ્ય શિક્ષક રહેલા શિક્ષકને ફરીથી નિમણૂક આપવામાં આવે તેવી ગ્રામજનો અને શાળા સંચાલન સમિતિ (SMC) દ્વારા જોરદાર માંગ ઉઠી છે. સાગબારા તાલુકાના પાંચપીપળીના ગ્રામજનો અને SMCના સભ્યોએ આ મુદ્દે તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે કે, પંચપિપરી પ્રાથમિક શાળામાં તાજેતરમાં આંતરિક બદલી દ્વારા આવેલા મુખ્ય શિક્ષક ગામીત વિણાબેન રૂળજીભાઈ પાસેથી ચાર્જ પાછો લઈને અગાઉ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવનાર વસાવા બ્રિજેશભાઈ ભાંગાભાઈને સોંપવામાં આવે.

SMC સભ્યો અને ગ્રામજનોએ જણાવ્યું કે બ્રિજેશભાઈ વસાવાના કાર્યકાળમાં શાળાનું શૈક્ષણિક સ્તર ઉત્તમ બન્યું હતું, અને વિદ્યાર્થીઓની કામગીરીમાં નોંધપાત્ર સુધારો થયો હતો. જ્યારે હાલની મુખ્ય શિક્ષિકા વિણાબેન રૂળજીભાઈના અગાઉની શાળામાં કેટલાક વિવાદો થયા હતા, જેમાં એક સસ્પેન્ડ થયેલા શિક્ષક ઉત્તમભાઈ વસાવાની સાથેના અનૈતિક સંબંધોના આરોપો તથા શિક્ષકો વચ્ચે મારામારી જેવી ઘટના પણ થઈ હતી. અને ગ્રામજનોએ તેમની આ બદલી પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, વિણાબેનની પંચપિપરી શાળામાં નિમણૂક પણ સસ્પેન્ડ થયેલા શિક્ષક ઉત્તમભાઈ વસાવાની સિફારિશ પર થઈ છે, જે પોતાનાં સ્વાર્થ માટે આ બદલી કરાવી છે. ગ્રામજનોનું માનવું છે કે આ પગલાથી શિક્ષણની ગુણવત્તા અને શાળાના એકંદર વાતાવરણ પર અસર પડી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,987FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!