છોટાઉદેપુરના નવા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટે ચાર્જ સંભાળ્યા બાદ બીજા જ દિવસે કામગીરીની શરુઆત ઝડપી ગતિએ કરી. આજે તેઓએ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈને વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી. આ મુલાકાત દરમિયાન તેઓએ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ, દર્દીઓ માટેની સુવિધાઓ, દવાઓની ઉપલબ્ધતા અને સફાઈ વ્યવસ્થાની સમીક્ષા કરી. કલેક્ટરે હોસ્પિટલના સ્ટાફ સાથે ચર્ચા કરી અને દર્દીઓની સમસ્યાઓ પણ જાણી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટે જવાબદાર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપીને આરોગ્ય સેવાઓ વધુ સુધારી શકાય તે માટે તત્કાળ પગલાં ભરવાની સૂચના આપી. તેમણે જનતાને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સમગ્ર આરોગ્ય તંત્રને જવાબદારીપૂર્વક કામ કરવાની સુચના આપી.