ગુજરાતના છોટાઉદેપુર લાલુ તડવી નામના એક ભૂવાએ તાંત્રિક વિધિના નામે 5 વર્ષની દીકરીની હત્યા કરી નાખી છે. ભૂવો આટલેથી ન અટકતાં અન્ય એક બાળકની બલિ ચઢાવવા લઈ જતો હતો, ત્યારે ગ્રામજનોએ આ ભૂવાને જોઈ જતાં તાત્કાલિક પોલીસને ફોન કરી ભૂવાને જેલના સળિયા પાછળ મોકલી દીધો છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો.
શું છે સમગ્ર ઘટના?
બોડેલીના પાણેજ ગામમાં લાલુ તડવી નામના ભૂવાએ ક્રૂરતાની હદ વટાવી નાખી છે. અંહી ભૂવાએ તાંત્રિક વિધિના નામે ગામની એક 5 વર્ષની બાળકીની બલિ ચઢાવી હોવાની ઘટના સામે આવી છે. આ ભૂવો પહેલાં 5 વર્ષની બાળકી પાસે ગયો અને તેને પોતાની ઝૂંપડીમાં બનાવેલાં મંદિરે લઈને આવ્યો.
બાદમાં મંદિર પાસે બાળકીને તાંત્રિક વિધિના નામે કુહાડીથી તેનું ગળું કાપી નાંખી તેની હત્યા કરી દીધી હતી. જોકે, આ ભૂવો ત્યાં સુધી અટકાયો ન હતો અને અન્યની બલિ માટે પોતાના ઘરની સામે રહેતાં એક અન્ય બાળકને લઈ જઈ બલિ ચઢાવવાનું કાવતરૂ કરી રહ્યો હતો. જોકે, આ દરમિયાન ગામમાં રહેતાં સ્થાનિક લોકોને સમગ્ર ઘટનાનો અણસાર આવી જતાં તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસને બોલાવી બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.
પોલીસે પાપી ભૂવાની કરી ધરપકડ
ઘટના સામે આવતા પોલીસે પાપી ભૂવાની ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે સુરક્ષિત ગણાતા ગુજરાત રાજ્યમાં આવી ઘટના સામે આવતાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ક્યાં છે?