ગુજરાતમાં નકલીની ભરમાર યથાવત છે. થોડા સમય પહેલા ગુજરાતમાંથી નકલી કચેરી, નકલી પોલીસ, નકલી PSI, નકલી કોર્ટ, નકલી યુરિયા ખાતર, નકલી ઈંટા, નકલી દૂધ, એટલે કે જેટલી વસ્તૂઓ ઓરિજનલ છે.તેટલી જ વસ્તુઓ નકલી પણ મળી રહી છે. અને હવે તો હદ ત્યાં ગઈ છે કે નકલી દારૂ બનાવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
શું છે સમગ્ર ઘટનાક્રમ
અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાંથી ઘરમાં નકલી દારૂ બનાવાનું કૌભાંડ ઝડપાયું છે. અંહી માથાભારે શખ્સો મોંઘીઘાટ દારૂની બોટલમાં નકલી દારૂ ભરી દારૂડિયાઓને વેચતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. ઘટના સ્થળેથી તેલના ડબ્બાઓમાં મળી આવ્યા છે. જેમાંથી નકલી દારૂ મળી આવ્યો છે. ભેજાબાજ શખ્સો વધારે રૂપિયા કમાવવાની લ્હાયમાં નકલી દારૂ બનાવી વેચતા હોવાનું સામે આવ્યું છે.
ઘરમાંથી મળી 50 ખાલી બોટલ
આરોપીના ઘરમાંથી અંદાજે 50 જેટલી દારૂની ખાલી બોટલો મળી આવી છે. ખાલી બોટલો અલગ-અલગ ફ્લેવરનો દારૂ ભરી લોકોને વેચતા હોવાનું સામે આવ્યું છે. ભેજાબાજ શખ્સો અલગ-અલગ ફ્લેવરની ખાલી બોટલોમાં નકલી દારૂ ભરી મોંધા ભાવે વેચતા હોવાનું તાપસમાં ખુલ્યું છે. દારૂડિયાઓ બોટલ જોઈને એવું લાગતું કે જાણ ઓરિજનલ બોટલ છે પણ એવું નથી. અંહી તો બ્રાન્ડેટ બોટલોમાં નકલી દારૂ ભરીને વેચતા હોવાનું તાપસમાં ખુલવા પામ્યું છે. પોલીસે રિકી જૈન નામના શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.