ગુજરાતમાં ખૂબ ચર્ચિત BZ કૌભાંડ કેસનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી ભૂપેન્દ્ર ઝાલાને CID ક્રાઈમે મહેસાણાના દવાડા ગામેથી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી.. છેલ્લા એક મહિનાથી કૌભાંડી ઝાલા ફરાર પોલીસ પકડથી દૂર હતો. જેને શોધવા CID ક્રાઈમની ટીમો કામે લાગી હતી. જે બાદ અંદાજે 34 દિવસ બાદ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી છે.
ભૂપેન્દ્ર ઝાલાનો શું છે સમગ્ર કાંડ?
સમગ્ર મામલામાં ભૂપેન્દ્ર ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ લોકોને આપી હતી. 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પુરતુ જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખુ નેટવર્ક ઊભુ કર્યું હતું. કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા છેલ્લાં કેટલાક દિવસથી પોલીસ પકડથી દૂર હતો પરંતુ પોલીસે વિવિધ ટીમો બનાવી આખરે 6000 હજારનું કૌભાડ આચરનાર ઠગને સકંજામાં લીધો છે. હાલ તો પોલીસે આ પાપીને ગાંધીનગર ખાતે રાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આગામી પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું મહત્વનું રહ્યું છે. મહત્વનું છે કે, ભૂપેન્દ્રા ઝાલાની ધરપકડ પણ ખાનગી રાહે બાતમી મળતા તેની ધરપકડ કરાઈ છે. સાથે ભૂપેન્દ્ર ઝાલા સમાજના વ્યક્તિઓના સંપર્કમાં હોવાની વાત પણ સામે આવી છે. ખાસ કરીને પોલીસની ટીમે ભૂપેન્દ્ર ઝાલાના નજીકના વ્યક્તિઓના મોબાઈલ નંબર ટ્રેસ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ ભૂપેન્દ્ર ઝાલાના નજીકના વ્યક્તિઓના મોબાઈલ નંબર ટ્રેસ કરી ભૂપેન્દ્ર ઝાલા સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે.
ભૂપેન્દ્ર ઝાલાની ફાર્મ હાઉસમાંથી ધરપકડ :-
સૂત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર વાત કરીએ તો, ભૂપેન્દ્ર ઝાલા મહેસાણા જિલ્લાના દવાડા ગામના ફાર્મ હાઉસ પર હતો ત્યારે પોલીસે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી લીધી છે. ભૂપેન્દ્ર ઝાલા કરોડો રૂપિયાના ફાર્મ હાઉસમાં જલાસાથી રહેતો હોવાનું પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. અંદરની વાત એ પણ સામે આવી છે કે, ભૂપેન્દ્ર ઝાલા જે ફાર્મ હાઉસમાં રહેતો હતો તે ફાર્મ હાઉસ રાજકીય નેતાના સગાનું હોવાનું પણ સામે આવ્યું છે.