ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત બાદ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે. 68 પૈકી 62 નગર પાલિકામાં ભગવો લહેરાયા બાદ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ લોકોનો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે લોકોનો ભાજપ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. જેનું આ પરિણામ જોવા મળે છે.
અમારી થોડી કચાશ રહી ગઈ:-
ગુજરાતમા 68 પૈકી 62 નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો તે છતાં સી.આર પાટીલે કહ્યું અમારી કલ્પનમાં થોડી કચાશ રહી ગઈ. અમારે નગર પાલિકાની 68માંથી 68 બેઠક જીતવાનો અમારો લક્ષ્ય હતો પરંતુ થોડી કચાશ રહી ગઈ. ખાસ કરીને વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા અને અમિત શાહના માર્ગદર્શનનું આ પરીણામ જોવા મળી રહ્યું છે. આ સાથે જ મુખ્યપ્રધાને કરેલા પ્રવાસ અને સંપર્ક પણ ચૂંટણીમાં રંગ લાવ્યો હોવાનું જણાવ્યું હતું.
સંગઠનમાં ફેરફારના પાટીલે આપ્યા સંકેત:-
છેલ્લા કેટલાક સમયથી સંગઠનમાં ફેરફાર કરવાની ચાલી રહી છે. આ બધાં વચ્ચે તેના પણ સંકેત આપતા કહ્યું કે, થોડા સમયમાં સંગઠનમાં ફેરબદલ આવશે.. વહેલી તકે ભાજપમાં નેતૃત્વમાં ફેરબદલ થશે તેવી માહિતી તેમણે આપી હતી. હું પણ પરિવર્તનની રાહ જોઈ રહ્યો હોવાની માહિતી પણ તેમણે આપી હતી.