ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં અત્યાર સુધી 54 કરોડથી વધારે લોકોએ ગંગા-યમુનાના સંગમ પર સ્નાન કરી લીધું છે. અને હજુ પણ મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા માટે મહાકુંભમાં પહોંચી રહ્યા છે. આ દરમિયાન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)નો વધુ એક અહેવાલ સામે આવ્યો છે. આ અહેવાલમાં જણાવાયું છે કે બંને નદીઓનું પાણી સ્નાન કરવા માટે યોગ્ય નથી.

CPCB દ્વારા 17 ફેબ્રુઆરીના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ને પોતાનો અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે. CPCBએ 9થી 21 જાન્યુઆરી દરમિયાન પ્રયાગરાજમાં કુલ 73 અલગ-અલગ જગ્યાએથી નમૂનાઓ એકઠી કરી તેને તપાસ માટે મોકલી આપ્યા હતા. જે બાદ તપાસનાં પરિણામો આવ્યા બાદ આ માહિતી જાહેર કરવામાં આવી છે.
સંગમ પાસે ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાની સંખ્યા વધારે જોવા મળી

GPCB દ્વારા સંગમ પાસેથી લેવામાં આવેલા નમૂનામાં એક મિલી પાણીમાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાની સંખ્યા 100ને બદલે 2000 જોવા મળી. હતી એટલે ડબલથી પણ ડબલ જોવા મળી હતી. ગંગા પરના શાસ્ત્રી પુલ પરથી લેવામાં આવેલા નમૂનાઓમાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા 3,200 અને કુલ ફેકલ કોલિફોર્મ 4,700 જોવા મળ્યા છે. જેના કારણે કહેવામાં આવ્યું છે કે અંહી સ્નાન કરવું યોગ્ય નથી. તેવી જ રીતે ફાફામાઉ ક્રોસિંગ પાસેથી લેવામાં આવેલા નમૂનાઓમાં એક મિલીલીટર પાણીમાં 100 ને બદલે 790 ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા મળી આવ્યા હોવાની માહિતી સામે આવી છે.