એમ તો ડૉક્ટરને ભગવાનનું બીજુ રૂપ કહેવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સાઓ એવા સામે આવતા હોય છે. જેના કરાણે ડૉક્ટરો પરથી પણ લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે. આ ઘટનામાં પણ કંઈક એવુંજ બન્યું છે. રાજકોટ શહેરની પાયલ મેટરનીટિ હોસ્પિટલમાંથી મહિલાઓને ચેકઅપ કરતા સીસીટીવી વાયરલ થતાં હાહાકાર મચી ગયો છે. હાહાકાર એટલા માટે કહી શકાય કારણ કે, આવી માહિતી કોણ વાયરલ કરી શકે ? મહત્વનું છેકે મહિલાઓના ચેકઅપના વીડિયો યુ-ટ્યુબ અને ટેલિગ્રામ પર અપલોડ કરી દેવામાં આવ્યા હતા અને જેના માટે 999 રૂપિયાનું વીડિયો જોવા માટે સબસ્ક્રિપ્શન નક્કી કરી દેવામાં આવ્યું હતું.
ગંગામાં સ્નાન કરતા મહિલાઓના વીડિયો પણ લીક થયા
તો બીજી તરફ ગંગામાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો પણ લીક કરવામાં આવ્યા હતા. ફોટા અને વીડિયોને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી મેમ્બરશીપના આધારે આ વીડિયોનું વેચાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત નરાધમોએ જિમ, જાહેર શૌચાલયના વીડિયો પણ કર્યા લીક કરી દીધા હતા.
ઘટનાની ઝીણવટ પૂર્વક તપાસ થશે:ACP
આ ઘટના સામે આવ્યા બાદ ACPએ જણાવ્યું હોસ્પિટલમાં સારવાર અર્થે જતી મહિલાઓના વીડિયો યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલના પર વાઈરલ કરવામાં આવ્યા હતા. આ મામલે યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલના ક્રિએટર સામે તપાસ કરવામાં આવશે. તેમજ આઈટી એક્ટની કલમ 66-ઈ અને 67 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વિવિધ ટીમો બનાવી વાયરલ વીડિયો કરનાર શખ્સ સામે તપાસ હાથ ધરી છે.