હજુ તો વિશ્વના લોકો કોરોના વાયરસના ડરથી માંડમાંડ બહાર આવ્યા છે. ત્યાં તો ફરી એકવાર ચીનમાં અન્ય એક વાયરસ સામે આવતા હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસથી આખુ વિશ્વ વાકેફ છે. સત્તાવાર આંકડાઓ મુજબ કોરોનાએ વિશ્વમાં ૭૦ લાખથી વધુ લોકોનો ભોગ લીધો હતો. લોકો કોરોનાને માંડ-માંડ ભૂલ્યા છે. આ બંધા વચ્ચે ચીનના વૈજ્ઞાાનિકે જણાવ્યું છે કોરોના વાઇરસ જેવો જ નવો વાઇરસ ચામાચીડિયામાં જોવા મળ્યો છે. જે માનવીઓમાં ટ્રાન્સફર થઈ શકે છે. ચીનની વિજ્ઞાનિકના આ નિવેદનથી સમગ્ર દુનિયામાં હાહાકાર મચી ગયો છે.
વાયરસથી લોકોમાં ડર
ચીનના વૈજ્ઞાનિકે વાયરસની ચેતવણી આપતા દુનિયાના લોકો ડરી રહ્યા છે. અને વાતો કરી રહ્યા છે કે, દુનિયામાં વર્ષ 2020 જેવી ફરી પાછી તો ના આવે તો સારુ આ વાયરસની શોધ પણ ત્યાં થઈ છે. જ્યાંથી અગાઉ કોરોના વાઇરસ લીક થયો હોવાનું માનવામાં આવે છે. વૂહાનમાં બનેલી ચીનની સૌથી મોટી વાઇરસ લેબોરેટરીમાં ”બેટ-વૂમન” તરીકે ”વિખ્યાત” બના ગયેલી વિજ્ઞાાની શી ઝેંગલીની ટીમે કોવિડ-૧૯ જેવો જ એક ખતરનાક વાઇરસ એચ.કે.યુ.૫-કોવ-૨ શોધી કાઢ્યો છે. જે કોવિડ-૧૯ ફેલાવતા વાઇરસ જીછઇજી-ર્ભફ- ૨ ની જેમ જ શ્વાસ દ્વારા પણ માનવીના શરીરમાં પ્રવેશી શકે છે. આ વાઇરસની શોધથી વેક્સિન બનાવતી કંપનીઓના શેર શુક્રવારથી ઊંચકાવા શરૂ થયા છે.
મહત્વનું છેકે આ વાઇરસ લેબોરેટરીમાં જ ટેસ્ટ-ટયુબમાં રહેલો છે. હજી સુધી માનવીને તેની કોઈ અસર દેખાઈ નથી. આ વાઇરસ શુક્રવારે જ લેબોરટરીમાં શાધાયો હતો. આ વાઇરસ Hku5-CoV- 2, મેરલેકોવાયરસ સબજીનસ પ્રકારનો છે, તેમાં Mers વાયરસ પણ હોય છે.આ માહિતી આપતા રૉઈટર્સ જણાવે છે કે નવા આઈસોલેટેડ સ્ટ્રેઈન માનવ કોમોમાં રહેલા એસીઈન્ટ ટીસેપ્ટર સાથે જોડાઈ જાય છે. તે જોડાણનો માર્ગ કોવિદ-૧૯ જેવો છે.
વાયરસથી આવતા રહેશે પણ લોકોએ પણ સાવચેતી રાખવાની જરૂર છે. જે વખતે કોરોના વાયરસનો કહેર હતો. ત્યારે લોકો જેવી રીતે પોતાને સુરક્ષિત રાખતા હતા. તેવીજ રીતે સુરક્ષિત રહેવાની જરૂર છે. જેનાથી ગમે તેવી બિમારી આવે લોકો બચી શકે. સાવધાની અને સાવચેતી જરૂરી.