ભારતીય ઓલરાઉન્ડર બેટસમેન હાર્દિક પંડ્યા આજકાલ ખૂબ ચર્ચામાં છે. અને એમાં પણ દુબઈમાં રમાયેલી ચેમ્પિયન ટ્રોફી 2025ની જીત બાદ હાર્દિક પંડ્યા ખૂબ ચર્ચામાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ જોવા માટે બ્રિટિશ-નાગરિક અને ગાયિકા જાસ્મીન વાલિયા પણ પહોંચી હતી. જાસ્મીન એ જ છે જેના ડેટિંગની અફવાઓ આજકાલ મીડિયામાં ખૂબજ ફાસ્ટ ચર્ચાઈ રહી છે.

ગાયિકા જાસ્મીન ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. તેણીએ ચેમ્પિયન ટ્રોફીની મેચની કેટલીક પોતાની તસવીરો પણ સોશ્યિલ મીડિયામાં શેર કરી હતી. જેમાં તેને વાદળી ડ્રેસમાં જોઈ શકાય છે. ત્યારે ચર્ચા પણ થઈ રહી છે કે, શું આવનારા સમયમાં હાર્દિક પંડ્યાની થનારી ગર્લફેન્ડ છે.

જાસ્મીન અને હાર્દિકના લિંકઅપની અફવાઓ સૌપ્રથમ ત્યારે શરૂ થઈ જ્યારે ગ્રીસથી તેમના ફોટા સામે આવ્યા હતા. બંનેએ પોતાના સોલો ફોટા અલગ-અલગ પોસ્ટ કર્યા હતા પરંતુ તેમનું સ્થાન અને પૃષ્ઠભૂમિ એક જ હતું. જેથી લોકોને પણ ખબર પડી ગઈ કે દાલમાં કુજ તો કાલા હૈ.

ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા માટે જાસ્મીન પણ સ્ટેડિયમ પહોંચી હતી. જ્યારે હાર્દિકે સેમિફાઇનલમાં સિક્સર ફટકારી ત્યારે તેની કથિત ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા ખુશીથી કૂદી પડી હતી. અને ત્યારથી લોકોના લાગ્યું કે હાર્દિક અને જાસ્મીન વચ્ચે હમ દિલ ચૂકે સનામ ચાલી રહ્યું છે.