ભરૂચમાં ગઈકાલે એક યુવકે સિનેમા હોલમાં ઘુસી સ્ક્રીનનો પડદો ફાડી નાખ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી લીધી છે. ત્યારે આજના આ અહેવાલમાં જાણીશું કે યુવકે કેમ અને શા માટે સ્ક્રીનનો પડદો ફાડી નાખ્યો હતો.
કેમ ફાડી નાખ્યો પડદો:-
જયેશ વસાવા નામનો યુવક ગઈકાલે ભરૂચ શહેરની પ્રખ્યાત આર.કે સિનેમમાં મૂવી જોવા માટે ગયો હતો. તે દરમ્યાન જયેશ વસાવાને છાવા ફિલ્મ જોવા ગયો હતો ત્યારે મુઘલ-મરાઠા યુદ્ધના દ્રશ્યો જોતા યુવક ભાવુક થયો હતો. જે બાદ યુવક ગુસ્સે ભરાયો હતો અને સ્ક્રીનને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે, યુવકે કેમ સ્ક્રીનનો પડદો ફાડી નાખ્યો.
પોલીસ ફરિયાદ થતાં યુવકની ધરપકડ
સિનેમા હોલમાં સ્ક્રીનને નુકસાન પહોંચાડ્યા બાદ સિનેમા સંચાલકની ટીમે પોલીસ ફરિયાદ કરી હતી. જે ફરિયાદની ગંભીરતા સમજી પોલીસે જયેશ વસાવા નામના શખ્સની અટકાયત કરી હતી. જે બાદ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, મુઘલ-મરાઠા યુદ્ધના દ્રશ્ય જોતા ભાવુક થયો હતો અને બાદમાં ગુસ્સો આવી જતા આ કૃત્યુ કર્યું હોવાનું કબૂલ કર્યું હતું. હાલ તો પોલીસે આ શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.