લભાડ ચીનમાંથી નિકળેલા HMPV નામના વાયરસે સમગ્ર દુનિયાને ફરી એકવાર ચિંતામાં મૂકી દીધો છે..HMPV વાયરસના ડરના કારણે અનેક દેશો ગાઈડલાઈન પણ જારી કરી દીધી છે. જેમાંથી ભારત સરકારનું આરોગ્ય મંત્રાલય પણ બાકી રહ્યું નથી અને વાયરસની ગંભીરતાને ધ્યાને રાખી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. ભારત સરકારની ગાઇડલાઇન બાદ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ગાઈડલાઈન રાજ્યની જનતાના હિત માટે જાહેર કરી છે. હાલમાં આ વાયરસે સમગ્ર વિશ્વામાં હાહાકાર મચાવી દીધો આ બધાં વચ્ચે ભારતમાં અત્યાર સુધી બે કેસ નોંધાયા છે..જ્યારે અમદાવાદમાં એક કેસ નોંધાયો છે.. જોકે જ્યારે આ સમાચાર લખાય રહ્યા છે ત્યારે વાયરસનો ભોગ બનેલી દિકરીની તબિયત સારી હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો.
HMPV વાયરસ શું છે ?
એક ડૉક્ટરના જણાવ્યા અનુસાર HMPVએ એક વાયરલ સંક્રમણ છે. આ વાયરસ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.શરદી, ખાંસી અને તાવ આવે તેવા લક્ષણો જોવા મળે છે.જો સમયસર સારવાર ન કરાય તો ન્યુમોનિયા પણ થઇ શકે..વાયરલ સંક્રમણ જેવા જ લક્ષણો HMPV સંક્રમણમાં જોવા મળે છે.
HMPV વાયરસના લક્ષણો :-
HMPV વાયરસથી શ્વાસ લેવામાં ભારે તકલીફ થાય છે
વૃદ્ધ અને નાના બાળકોમાં વાયરસની અસર વધારે દેખાય છે
વાયરસથી બચવા શુ કરવું ?
વાયરસથી બચવા માટે છીંક -ઉધરસ આવે તો મોઢા પર રૂમાલ રાખવો
નિયમિત રીતે હાથ સાબુથી ધોવા જોઈએ
ભીડભાળવાળી જગ્યાઓથી દૂર રહેવું
વધુ પડતું પાણી પીવું અને પૌષ્ટિક આહાર લેવો
જરૂરી ન હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં
નાનાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું
‘આ વાઇરસથી ગભરાવાની જરૂર નથી. પરંતુ ધ્યાન રાખવાની જરૂર છે ખાસ કરીને નાનાં બાળકોનું ધ્યાન રાખવાની જરૂર છે. જાહેરમાં શરદી અથવા ખાસવું નહીં. શક્ય હોય તો ભીડવાળી જગ્યાએ જવું ના જોઈએ. છીંક અથવા ઉધરસ ખાતી વખતે મોઢા ઉપર હાથ રાખવો જોઈએ. તો બીજાને આ વાઇરસથી ઇન્ફેક્શન થવાના ચાન્સ ઘટાડી શકીશું. જ્યારે ભીડવાળી જગ્યાએ જવાની જરૂર લાગે તો માસ્ક પહેરવું જોઈએ. આ વાયરસથી ડરશો નહીં પરતુ ખાસ સાવધાની રાખો