સમગ્ર દુનિયામાં (hMPV) વાયરસે હાહાકાર મચાવાનું શરૂ કરી દીધું છે.. ચીનમાં ફેલાઇ રહેલા હ્યુમન મેટાન્યૂમોવાયરસ સંક્રમણની શરૂઆત થઇ ચુકી છે. ભારતીય આયુર્વજ્ઞાન સંશોધન પરિષદ (ICMR) દ્વારા આ અંગે પૃષ્ટિ કરવામાં આવી છે. કર્ણાટકમાં બે એમએમપીવી સંક્રમિત હોવાનું સાબિત થયું છે. બીજી તરફ એચએમપીવી વાયરલના કેસ મળ્યા બાદ કર્ણાટકના સ્વાસ્થયમંત્રીએ તત્કાલ ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને (hMPV) વાયરસ સામે કેવી રીતે લડી શકાય તેના માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ભારતમાં અત્યાર સુધી બે કેસ નોંધાયા:-
આ વાયરસ અંગે ભારતમાં કેવી સ્થિતિ છે તેની વાત કરીએ તો, એક કેસ મળ્યાની મિનિટોમાં બીજો કેસ નોંધાતા ચારે બાજુ હાહાકાર મચી ગયો છે. બે કેસમાં ત્રણ મહિનાની બાળકી છે અને બીજો 8 માસનો બાળક છે. સરકારે કહ્યું કે, આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંન્ને મામલે ઇન્ટનરેશનલ ટ્રાવેલ્સની કોઇ હિસ્ટ્રી નથી. હાલ તો આ વાયરસથી બાળકો કઇ રીતે સંક્રમિત થયા તે અંગે તેમની હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ હેલ્થ તપાસ ચાલી રહી છે.
વાયરસ અંગે સ્વાસ્થય મંત્રાલયનું નિવેદન:-
સ્વાસ્થય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે, ILI અને SARI મામલે દેશમાં અસામાન્યવધારો નથી થયો. સમગ્ર વિશ્વમાં HMPV પહેલાથી જ ફેલાયેલો છે. તે અંગેની બિમારીઓના અનેક અન્ય દેશોમાં પણ સામે આવ્યા છે. ICMR અને IDSP નેટવર્કના આંકડા અનુસાર ILI અથવા SARI મામલે કોઇ ખાસ વધારો થયો નથી. ILI એટલે કે ઇન્ફ્લૂએંજા જેવી બિમારીઓમાં તાવ, ખાંસી, ગળામાં ખરેડી પડવી જેવા લક્ષણો હોય છે. બીજી તરફ SARI એટલે કે શ્વાસ લેવામાં તકપીળ પડવી. HMPV વાયરસમાં પણ આવા જ લક્ષણો જોવા મળે છે. તેવામાં નજર રાખવી ખુબ જ જરૂરી હોય છે.
ટ્રાવેલ્સ હિસ્ટ્રીની તપાસ શરૂ કરાઈ:-
અત્યારે જે કેસો મળી આવ્યા છે. તેમની કોઈપણ જાતની ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી તે છતાં તેમનામાં વાયરસના લક્ષણો દેખાતા તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી છતાં વાયરસ કેવી રીતે આવ્યો તે અંગે આરોગ્યની તપાસ ટીમે તપાસ શરૂ કરી દીધી છે. દર વખતની જેમ આ વખતે પણ આ વાયરસ ચીનમાંથી સામે આવી રહ્યો છે.